Narmada : ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી રાજપીપળા કોર્ટ
તિલકવાડા તાલુકાના વંઢ ગામના ફરિયાદી નરેશભાઈ બારીયાએ આરોપી વૈભવ પરમારને ઉછીના પૈસા આપ્યા હતા. જેના બદલામાં આ આરોપીએ ફરિયાદીને ચેક આપ્યો હતો, જે ચેક વારંવાર બાઉન્સ થતા ફરિયાદીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કેસ રાજપીપલા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલતો હતો. જે કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા 1,70,000 વળતર ચૂકવવા માટે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રાજપીપલા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.તિલકવાડા તાલુકાના વંઢ ગામના ફરિયાદી નરેશભાઈ ગોપાલભાઈ બારીયાએ આરોપી વૈભવભાઈ ડાહ્યાભાઈ પરમાર (રહે. ભાલોદ, તાલુકો-ઝઘડિયા) ને ઉછીના 613000 આપ્યા હતા અને થોડા સમય પછી ફરિયાદી નરેશભાઈ બારીયાએ આરોપી વૈભવ પરમાર પાસે પૈસાની ઉઘરાણી કરતા આરોપીએ Indusind બેંકનો ચેક આપ્યો હતો, પરંતુ ફરિયાદીએ એક પછી એક બે વખત બેન્ક એકાઉન્ટમાં ચેક નાખતા ચેક રિટર્ન થયો હતો. ત્યારબાદ ફરિયાદી નરેશભાઈ બારીયાએ આરોપી વૈભવ પરમાર પાસે નાણાની ઉઘરાણી કરતા ફરિયાદીએ ઉદ્ધત જવાબ આપતા ફરિયાદી નરેશભાઈ ગોપાલભાઈ બારીયાએ આરોપી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : અમદાવાદીઓ ચેતી જજો ! શહેરની આ જાણીતી ત્રણ દુકાનો પર આરોગ્ય વિભાગે માર્યું સીલ
જે ફરિયાદનો કેસ રાજપીપળા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલતો હતો. જે કેસમાં એડવોકેટ તૌસિફે ઠાકોરની દલીલોને ગ્રાહ્ય રાખીને રાજપીપળા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપી વૈભવભાઈ ડાહ્યાભાઈ પરમારની દોષી ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા ફરિયાદીને વળતર પેટે ₹1,70,000, 60 દિવસમાં ચુકવણી કરવા આદેશ કર્યો હતો.