લાઈફસ્ટાઈલ

40 વર્ષની ઉમર પછી આવી રીતે રાખે મહિલાઓ હેલ્થનું ધ્યાન, શરીર રહેશે એકદમ તદુંરસ્ત

Text To Speech

ન્યુઝ ડેસ્કઃ જ્યારે મહિલાઓ 40ની ઉમર પાર કરી નાખે છે ત્યારે તેના શરીરમાં ઘણા બઘા પ્રકારના બદલાવ આવે છે, શરીરની સાથે સાથે માનસીક પણ બદલાવ આવે છે. જેમ કે પેટની ચરબી વધે છે, વજન વધે છે. ડાયાબીટીસ, ડિમેંશીયા, કૈસર તથા મુડ સ્વીંગ્સ જેવી પ્રોબલ્મ આવી શકે છે.

women - Humdekhengenews

 

ઉમર વધવાની સાથે બિમારીઓ સામે લડવા માટે મહિલાઓએ હેલ્થી લાઈફ સ્ટાઈલ અપનાવી જોઈએ. 40 વર્ષ થી ઉપરની મહિલાઓએ પોષક તત્વોથી ભરપુર ભોજન કરવુ જોઈએ જેથી હાર્મોન્સ બેલેન્સ રહે, શરીરને અનુકૂળ ભોજન કરવાથી ડાયાબિટીસ, બલ્ડ પ્રેશર, હ્રદય સંબધીત રોગથી બચી શકાય છે. આના સિવાય મોનોપોઝની તકલીફોથી પણ બચી શકાય છે.

એવી મહિલાઓ જેની ઉમર 40થી વધારે છે તેમણે પોતાના ફુડ ડાયટમા પ્રોટીન, વિટામીન B અને D, ઓમેગા-3, ફેટી એસીડ અને આયરનો સમાવેશ કરવો જોઈએ. પ્રોટીન વાળા ખોરાક ખાવાથી નબળી પડી ગયેલ માંસપેશીઓને મજબુત કરે છે.  વિટામીનથી ભરપુર ભોજન કરવાથી લોહીની ઊણપ ઓછી થાય છે.

જે ખોરાકમાં કૈલ્શીયમનુ પ્રમાણ વધારે છે એને ખાવાથી હાડકાઓ મજબુત થાય છે. વિટામીન D વાળો ખોરાક ખાવાથી ડાયાબિટીસ તેમજ હ્યદયની બિમારીઓ માંથી રાહત થઈ શકે છે. ઓમેગા 3 ફૈટી એસીડ વાળુ ભોજન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.

women - Humdekhengenews

ક્યાંથી શું મળશે?-

પ્રોટીન- વિવધ દાળો, ડ્રાય ફ્રુટ, પાલક, બીન્સ, ઓટ્સ, ફણસી, બ્રોકલી વગેરે

વિટામીન D– સુર્યપ્રકાશ, દુધ, દહીં, માખણ, મશરુમ, નારંગી વગેરે

વિટામીન B– લીલા શાકભાજી, ડેરી પ્રોડક્ટ, સુપ વગેરે

ફેટી એસીડ- શણ બીજ, અખરોટ, બદામ, ઓલિવ ઓઈલ, આખા અનાજ, ચીયા સીડ્સ,

આયર્ન- જામફળ, દાડમ, બીટ, પાલક વગેરે

કેલ્શીયમ- ડેરી પ્રોડક્ટ, સરસવની ભાજી, બદામ, અંજીર,ચીયા સીડ્સ, સફેદ ચણા વગેરે

આ પણ વાંચોઃ કેટરિના કૈફે શેર કર્યો વિકી કૌશલ સાથે બેડરૂમનો વીડિયો, એક્ટ્રેસની આ સ્ટાઈલ જોઈને ફેન્સ ચોંકી ગયા

Back to top button