ન્યુઝ ડેસ્કઃ વિદેશથી પાકિસ્તાન આવતા લોકોમાં મંકીપોક્સના પ્રથમ બે કેસ નોંધાયા છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા નિયમન અને સંકલન મંત્રાલયે તાજેતરમાં આ માહિતી આપી હતી.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિને સાઉદી અરેબિયાથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. 17 એપ્રિલે તેનામાં મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા હતા. આ દરમિયાન, ફ્લાઇટમાં તેની સાથે બેઠેલા અન્ય વ્યક્તિમાં પણ એમપોક્સના લક્ષણો જોવા મળ્યા હતા.
આવા લોકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. તેના સેમ્પલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) ઈસ્લામાબાદમાં મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે પીડિતો રાવલપિંડી અથવા ઈસ્લામાબાદના રહેવાસી છે અને હવે તેમના સંબંધીઓની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ આફ્રિકામાં મંકીપોક્સનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ગયા વર્ષે, 14 સપ્ટેમ્બર, 2022 ના રોજ, દુનીયામાં 103 દેશોમાં મંકીપોક્સના કેસ નોંધાયા હતા. જેમાં 59 હજાર 179 કેસ નોંધાયા છે. આ દરમિયાન 136 લોકોના મોત થયા હતા.
ભારતને કેટલો ખતરો?:
આમાંથી મોટાભાગના કેસો યુરોપ, આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં નોંધાયા હતા. ભારતમાં પણ ગયા વર્ષે 2022માં મંકીપોક્સનો મામલો સામે આવ્યો હતો. મંકીપોક્સ વાયરસ એ ઓર્થોપોક્સ વાયરસ જીનસની એક પ્રજાતિને કારણે થતો વાયરલ રોગ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, મંકીપોક્સ અથવા એમપોક્સ ત્વચા પર ફોલ્લીઓનુ કારણ બને છે.
આમાં, વ્યક્તિ તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, કમરનો દુખાવો, ઓછી શક્તિ, સોજોની ફરિયાદ કરે છે. તાજેતરના સમયમાં ભારતમાં કોરોનાના કેસમાં તેજી જોવા મળી રહી છે. આ કારણે ભારતે પણ વિદેશથી આવતા લોકોની દરેક રીતે તપાસ કરવાની જરૂર છે. ભારતમાં હાલ ભલે કોઈ કેસ એક્ટિવ ના હોય પરંતુ સાવચેત રહેવાની ખુબ જરૂર છે.
આ પણ વાંચોઃ ભારતમાં કોરોનાના કેસોમાં બે મહિના બાદ રાહત, જાણો સક્રિય કેસનો આંકડો