ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના લોરવાડા ગામે વૃદ્ધ ઉપર હુમલો, ઈજા થતાં સારવાર હેઠળ ખસેડયા

Text To Speech

પાલનપુર : ડીસા તાલુકાના લોરવાડા ગામે વિધવા મહિલા ને મદદ કરતા વૃદ્ધ પર મહિલાના પરિવારજનો એ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. છરી વડે હુમલો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધ ને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના લોરવાડા ગામે રહેતા સુખાભાઈ મગનભાઈ રાવળ તેમના પડોશમાં રહેતી વિધવા મહિલાને અવારનવાર કામકાજમાં તેમજ આર્થિક રીતે મદદ કરતા હતા. જોકે આ બાબત મહિલાના દિયર અને દેરાણીને ગમતું નહીં હોવાથી તેઓ અવારનવાર સુખાભાઈ સાથે ઝઘડો કરતા હતા. તે દરમિયાન મંગળવારે સુખાભાઈ રાવળ મોડી રાત્રે ઘરે સુતા હતા તે સમયે વિધવાના દિયર અને દેરાણીએ છરી અને લાકડી વડે ઓચિંતો હુમલો કર્યો હતો, જેમાં સુખાભાઈને ગંભીર ઈજા પહોંચાડી હતી, હુમલો થતા જ આજુબાજુ લોકો દોડી આવી લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સુખાભાઈ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે ઘટના અંગે ઈજાગ્રસ્તે ભીલડી પોલીસ મથકે જાણ કરી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા: પ્રકાશ સિંહ બાદલના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર, ડીસા શહેરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

 

Back to top button