ગુજરાતટોપ ન્યૂઝ

ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસના નામે નિરાશા

Text To Speech
  • 6,150 સ્માર્ટ કલાસ રૂમ મંજૂર કરાયા
  • માત્ર 420 ક્લાસ રૂમ કાર્યરત થયા
  • 3 વર્ષમાં માત્ર 7 ટકા જેટલી જ પ્રગતિ થઈ

ડિજિટલ ઈન્ડિયા – ડિજિટલ ગુજરાતની વાતો કરતી ભાજપ સરકારમાં સ્માર્ટ ક્લાસ રૂમના નામે નિરાશાજનક કામગીરી થઈ છે, ગુજરાતમાં 2020-21માં 1,815 સ્માર્ટ ક્લાસ રૂમ મંજૂર કરાયા, જેમાંથી 420 સ્માર્ટ કલાસ રૂમ કાર્યરત્ થયા છે એટલે કે માત્ર 23 ટકા જ કામગીરી થઈ છે. ગતિશીલ અને વિકાસના દાવા કરતી ભાજપ સરકાર ત્રણ વર્ષમાં માત્ર સાત ટકા જેટલી પ્રગતિ કરી શકી છે, તેમ ગુજરાત કોંગ્રેસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત સરકારની આ 7 લિસ્ટેડ કંપનીઓ બોનસ અને ડિવિડન્ડ આપશે 

માત્ર 420 ક્લાસ રૂમ કાર્યરત થયા છે

અગાઉના બે વર્ષમાં નિરાશાજનક કામગીરીને લીધે વર્ષ 2022-23માં તો ગુજરાતને એક પણ સ્માર્ટ કલાસરૂમ મંજૂર કરવામાં આવ્યા નથી, છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 6,150 સ્માર્ટ કલાસ રૂમ મંજૂર કરાયા, જેમાંથી માત્ર 420 ક્લાસ રૂમ કાર્યરત થયા છે. સમગ્ર દેશમાં 82,120 સ્માર્ટ કલાસ રૂમ મંજૂર થયા, જેમાં માત્ર 18,783 કલાસ રૂમ કાર્યરત્ થયા છે. એક સ્માર્ટ કલાસ રૂમ માટે 2.40 લાખ અને રિકરિંગ ગ્રાન્ટ 0.38 લાખ પાંચ વર્ષ માટે ફાળવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો: ધોરણ 10ના નાપાસ વિદ્યાર્થીને ફરીથી સ્કૂલમાં પ્રવેશ મળશે!

શિક્ષણના બજેટ ફાળવણીમાં કરોડો રૂપિયાના મોટા દાવા

ગુજરાતમાં શિક્ષણના બજેટ ફાળવણીમાં કરોડોની ફાળવણીના મોટા દાવાઓ કરતી ભાજપ સરકાર ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખી રહી છે. ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. રાજ્યની 38 હજાર સરકારી શાળામાંથી 5,612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ કે બંધ કરવાનું પાપ કરવા આગળ વધતી ભાજપ સરકારમાં 32 હજારથી શિક્ષકોની લાંબા સમયથી ખાલી જગ્યાઓ ભરાઈ નથી.

Back to top button