ટ્રેન્ડિંગધર્મ

શનિદેવની દ્રષ્ટિ તમારી પર કેવી છે? જાણો શુભ-અશુભ સંકેત

  • 19મે, 2023ના રોજ મનાવાશે શનિજયંતિ
  • શનિદેવની મજબૂત સ્થિતિથી પરેશાનીઓ ઓછી આવે છે.
  • શનિદેવની મજબૂત સ્થિતિથી સફળતા મળે છે. 

આવતા મહિને 19 મેના રોજ શનિ જયંતિનું પર્વ મનાવાશે. આ દિવસે વિધિ વિધાન પુર્વક શનિદેવની પૂજા કરવાથી શનિના અશુભ પ્રભાવોથી મુક્તિ મળે છે અને શનિદેવના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. કુંડળીમાં શનિદેવની સ્થિતિ મજબૂત બને છે તો જીવનમાં કોઇ પણ પ્રકારની પરેશાની આવતી નથી અને ભાગ્યનો સાથ મળતા દરેક કાર્યમાં સફળતા મળે છે.

જો કુંડળીમાં શનિની સ્થિતિ યોગ્ય ન હોય તો તમામ પ્રકારની પરેશાનીઓ અને કષ્ટોનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવાયું છે કે શનિદેવ તમામ ગ્રહ અને નક્ષત્રમાં સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ છે. તેથી શનિદેવનો જીવન પર શુભ અને અશુભ પ્રભાવ સૌથી વધુ રહે છે. શનિદેવ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે, તેથી શનિની ઢૈયા કહેવાય છે. આવો જાણીએ કુંડળીમાં શનિની સ્થિતિ જ્યારે શુભ હોય ત્યારે શું થાય છે અને અશુભ હોય ત્યારે કેવો પ્રભાવ પડે છે.

શનિદેવની દ્રષ્ટિ તમારી પર કેવી છે? જાણો શુભ-અશુભ સંકેત hum dekhenge news

શનિદેવની ક્રુર દ્રષ્ટિ

શનિદેવની પૂજા કરતી વખતે એ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં છે કે તેમની આંખોમાં જોવામાં ન આવે. શનિદેવની આંખોમાં જોવાથી અશુભ પ્રભાવનો સામનો કરવો પડે છે. શનિદેવને તેમની પત્નીનો શ્રાપ મળેલો છે કે તે જેની સામે જોશે તેમણે અશુભ પ્રભાવનો સામનો કરવો પડશે.

શનિદેવના શુભ સંકેત

  • કુંડળીમાં શનિદેવની સ્થિતિ યોગ્ય હોય તો વ્યક્તિ કેટલાય પ્રકારની પરેશાનીઓથી બચી શકે છે. જો કોઇ સમસ્યા આવે તો શનિદેવની કૃપાથી બહાર નીકળી શકે છે.
  • શનિદેવની કુંડળીમાં યોગ્ય સ્થિતિ હોય તો આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને અનેક રોગમાંથી મુક્તિ મળે છે.
  • શનિદેવની કૃપાથી ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને નોકરી અને વેપારમાં સારી પ્રગતિ થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
  • શનિદેવ પ્રસન્ન રહે તો વાળ અને નખ મજબૂત રહે છે અને ભાગ્યનો હંમેશા સાથ મળે છે.
  • શનિદેવની શુભ સ્થિતિ થાય તો પરિવાર સાથે સંબંધો મજબૂત બને છે અને પારિવારિક સભ્યોની ઉન્નતિ થાય છે.

શનિદેવની દ્રષ્ટિ તમારી પર કેવી છે? જાણો શુભ-અશુભ સંકેત hum dekhenge news

શનિદેવના અશુભ સંકેત

  • કુંડળીમાં શનિદેવની સ્થિતિ યોગ્ય ન હોય તો જુતા ચંપલની ચોરી થાય છે અને વાળ પણ ખરવા લાગે છે.
  • કોઇ પણ કાર્યમાં સફળતા જલ્દી મળતી નથી અને અનેક અડચણોનો સામનો કરવો પડે છે.
  • શનિદેવની અશુભ સ્થિતિ નોકરી અને વેપારમાં અનેક પરેશાનીઓ લાવે છે. વેપારમાં સતત લોસ થતો જાય છે અને નોકરી મળવામાં પરેશાની આવે છે.
  • કુંડળીમાં શનિની સ્થિતિ યોગ્ય ન હોય તો પરિવારમાં કોઇને કોઇ સમસ્યા આવે છે, વ્યક્તિનું તેજ ચાલ્યુ જાય છે.
    દાંપત્ય જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે.
  • કુંડળીમાં શનિની સ્થિતિ યોગ્ય ન હોય તો શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાય પ્રકારના નકારાત્મક વિચાર મનને ઘેરી વળે છે.

આ પણ વાંચોઃ ઘરમાં લડાઇ-ઝઘડા કે કોઇ તકલીફનું કારણ વાસ્તુ દોષ તો નથી ને?

Back to top button