આજનો ઈતિહાસઃજલિયાવાલા બાગ હત્યાકાંડ – તે અમાનવીય ઘટનાનાં આજે 103 વર્ષ પૂર્ણ થયા
આમ તો, ઇતિહાસની કેટલીક ઘટનાઓ વિશે આપણે ક્યારેય ભૂલી શકતા નથી. 13 એપ્રિલ પણ તેવો જ દિવસ છે જેને ભારતીયો આજ દિન સુધી ભૂલી શક્યાં નથી. આ દિવસે પંજાબના અમૃતસરમાં ઐતિહાસિક સુવર્ણ મંદિર નજીક આવેલા જલિયાંવાલા બાગમાં હજારો ભારતીયો પર અંગ્રેજ ઓફિસર જનરલ ડાયરે અંધાધૂન ફાયરિંગ કર્યું હતું.
દેશની આઝાદીના ઈતિહાસમાં 13 એપ્રિલનો દિવસ એક દુઃખદ ઘટના સાથે નોંધાયેલો છે. 13 એપ્રિલ, 1919ના દિવસે એક દુખદાયક ઘટના બની હતી. આ દિવસે બ્રિટિશ શાસક જનરલ ડાયરે જલિયાંવાલા બાગમાં શાંતિપૂર્ણ સભા માટે એકઠાં થયેલા હજારો ભારતીયો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પંજાબના અમૃતસર જિલ્લાના ઐતિહાસિક સુવર્ણ મંદિર પાસે આવેલા જલિયાવાંલા બાગ નામના આ બગીચામાં બ્રિટિશરોના ગોળીબારથી ગભરાયેલી ઘણી મહિલાઓ પોતાના બાળકો સાથે જીવ બચાવવા કૂવામાં કૂદી પડી હતી. નાસભાગમાં ઘણા લોકો કચડાઈ ગયા હતા તો બહાર નીકળવાનો માર્ગ સાંકડો હોવાથી હજારો લોકોના મોક નીપજ્યાં હતા.
બીજી મહત્વની ઘટનાની વાત કરીએ તો, ખાલસા પંથનો પાયો પણ 13મી એપ્રિલે જ નંખાયો હતો. શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદ સિંહે 13 એપ્રિલ, 1699ના દિવસે ખાલસા પંથની સ્થાપના કરી હતી. ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં આજના દિવસે લણણીની ખુશીમાં બૈસાખીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
દેશના ઈતિહાસમાં 13 એપ્રિલની તારીખે નોંધાયેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓની શ્રેણીની વિગતો નીચે મુજબ છે
1919: બ્રિટિશ સૈનિકોએ જલિયાંવાલા બાગમાં શાંતિપૂર્ણ સભા કરી રહેલા નિઃશસ્ત્ર ભારતીયો પર ગોળીબાર કરીને સેંકડો લોકોને મારી નાંખ્યા. આ દરમિયાન હજારો લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનો માર્ગ બદલી નાખ્યો.
1947: ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના.
1960: ફ્રાન્સે સહારાના રણમાં પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું. આ સિદ્ધિ મેળવનાર તે ચોથો દેશ બન્યો છે.
1980: અમેરિકાએ મોસ્કોમાં થઈ રહેલી સમર ઓલિમ્પિક ગેમ્સનો બહિષ્કાર કર્યો.
1984: ભારતીય ક્રિકેટ ટીમે શારજાહમાં પાકિસ્તાનને 58 રનથી હરાવીને પ્રથમ વખત એશિયા કપ જીત્યો.
1997: યુવા અમેરિકન ગોલ્ફર એલ્ડ્રિક ટાઈગર વુડ્સે 21 વર્ષની ઉંમરે યુએસ માસ્ટર્સ ચેમ્પિયનશિપ જીતીને આ ખિતાબ જીતનાર સૌથી યુવા વ્યક્તિ બન્યો. તેઓ જીતનાર સૌથી નાની ઉંમરના ખેલાડી બન્યાં.
2013: પાકિસ્તાનના પેશાવરમાં બસ વિસ્ફોટમાં આઠ લોકોના મોત.