ઉત્તર ગુજરાતગુજરાત

રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એક મોત, ચાલુ ગાડીએ દૂધસાગર ડેરીના ડ્રાઇવરને આવ્યો હાર્ટ એટેક

Text To Speech
  • હાર્ટ એટેકથી મોતની વધુ એક ઘટના
  • દૂધ સાગર ડેરીના ટેમ્પોના ડ્રાઇવરનું હાર્ટ અટેકથી મોત
  • પાટણના શંખેશ્વરના બોલેરા રોડ પર બની ઘટના

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટ એટેકના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. યુવાનોમાં હાર્ટએટેકથી મોતના બનાવોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક બાદ એક યુવાનોને અચાનક હાર્ટ એટેક આવતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજ્યમાં હાર્ટ એટેકનો વધુ ક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાટણમાં શંખેશ્વરના બોલેરા રોડ પર મહેસાણા દૂધ સાગર ડેરીના ટેમ્પો ડ્રાઇવરને હાર્ટ એટેક આવતા તેમનુ મોત થયું છે.

દૂધ સાગર ડેરીના ટેમ્પોના ડ્રાઇવરનું હાર્ટ અટેકથી મોત

જાણકારી મુજબ મહેસાણા દૂધ સાગર ડેરીના ટેમ્પોના ડ્રાઇવરનું હાર્ટ અટેકથી મોત થયું છે. પાટણના શંખેશ્વરના બોલેરા રોડ પર આ ઘટના બની હતી. જેમાં દૂધ સાગર ડેરીના ટેમ્પોના ડ્રાઇવર અબ્દુલ બેલીમ નામના ડ્રાઇવરને ચાલુ ગાડીએ હાર્ટ એટેકથી મોત થયું હતું.

કેમ નાની ઉંમરમાં વધી રહ્યું છે હાર્ટએટેકનું પ્રમાણ ?- humdekhengenews

અચાનક છાતીમાં દૂખાવો ઉપડતા ઢળી પડ્યા

અબ્દુલ રઝાક નામના વ્યકિત મહેસાણા દૂધ સાગર ડેરીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ આજે ગાડી લઈને શંખેશ્વર તાલુકાનું દૂધ હારીજ પહોંચાડવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે અચાનક છાતીમાં દૂખાવો ઉપડ્યો હતો . જેથી તેઓએ ગાડીને સાઈડમાં ઉભી રાખી હતી. અને જોત જોતામાં તેઓ ઢળી પડ્યા હતા. તેઓએ કેટલાક લોકો દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા. જ્યા ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

  આ પણ વાંચો : અમદાવાદની હોટલમાં યુવતીનો મૃતદેહ : મિત્ર સાથે આવેલ પરપ્રાંતિય યુવતી સાથે શું થયું ?

Back to top button