સિંગાપોરમાં એક કિલો ગાંજાની દાણચોરીના ગુનામાં દોષિત ભારતીય મૂળના એક વ્યક્તિને ફાંસી આપવામાં આવી છે. એક કિલોગ્રામ ગાંજાની દાણચોરી કરવાના કાવતરામાં દોષિત 46 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિને બુધવારે સિંગાપોરની ચાંગી જેલ સંકુલમાં ફાંસી આપવામાં આવી હતી. સિંગાપોરની જેલ સેવાના પ્રવક્તાએ મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે સિંગાપોરના 46 વર્ષીય તંગરાજુ સુપ્પૈયાને આજે ચાંગી જેલ સંકુલમાં ફાંસી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : સિડનીનો સૌથી મોટો રેપિસ્ટ બાલેશ, કોરિયન મહિલાઓ સાથે કર્યું દુષ્કર્મ, જાણો સમગ્ર મામલો
2017માં 1,017.9 ગ્રામ કેનાબીસ સાથે પકડાયા બાદ તંગરાજુને દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જેની સિંગાપોરમાં મૃત્યુદંડની મહત્તમ સજા છે. તેને 2018માં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. આ નિર્ણયને અપીલ કોર્ટ દ્વારા પણ માન્ય રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સિંગાપોરમાં ડ્રગ વિરોધી કાયદો વિશ્વનો સૌથી કડક કાયદો માનવામાં આવે છે. દરમિયાન, યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સના કાર્યાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેટલાક દેશોમાં મૃત્યુદંડનો ઉપયોગ હજુ પણ કરવામાં આવે છે, મુખ્યત્વે એવી માન્યતાને કારણે કે તે ગુનાને અટકાવે છે.