બનાસકાંઠા: રોટરી ક્લબ ડીવાઈન ડીસા દ્વારા યોજાયેલ “ચેસ હરિફાઈ”માં 25 બાળકોએ ભાગ લીધો
પાલનપુર : રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા બાળકોમાં એકાગ્રતા અને બુધ્ધિમત્તા વધે તેવા હેતુથી સમર “ચેસ મહોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર ગુજરાતના દિયોદર, મહેસાણા, વિસનગર, પાલનપુર અને ડીસા ના ધોરણ 1 થી 12 ના 25 જેટલા બાળકોએ ભાગ લઈ અને ચેસની રમત રમ્યા હતા.
આ સ્પર્ધામાં રોટરી ક્લબ ડીવાઈન ડીસા દ્વારા વિજેતા બાળકોને સર્ટિફિકેટ્સ અને શીલ્ડ અને મોમેન્ટો આપવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બાળકોને સર્ટિફિકેટ્સ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
View this post on Instagram
આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. રીટાબેન પટેલ, પ્રમુખ ડૉ. બિનલબેન માળી, મંત્રી હિનલબેન અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન દીપિકાબેન અને વીણાબેન સાથે વર્ષાબેન, કાંતાબેન ,અલ્પાબેન ફાલ્ગુનીબેન તેમજ ચેસ એક્સપર્ટ રાજેશભાઈ, એન્જલ્સ સ્કૂલના ટ્રસ્ટી સતિષભાઈ ,ગિરીશભાઈ, આશભાઈ તેમજ વાલીઓ વગેરેએ ઉપસ્થિત થઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ચેસ એક્સપર્ટ રાજેશભાઈ ના માર્ગદર્શન હેઠળ એન્જલ્સ સ્કૂલમાં યોજાયો હતો.
આ પણ વાંચો : Narmada : 34 વર્ષીય મહિલા 7 વર્ષના બાળક સાથે ગુમ થતા તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી