ગુજરાત

અમદાવાદની હોટલમાં યુવતીનો મૃતદેહ : મિત્ર સાથે આવેલ પરપ્રાંતિય યુવતી સાથે શું થયું ?

Text To Speech
  • હોટેલમાં યુવતીના મોત મામલે થયા ચોંકાવનારા ખુલાસા
  •  ડ્રગ્સના ઓવરડોઝથી HIV પોઝિટિવ યુવતીના મોતની શંકા
  • પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી

અમદાવાદ શહેરની એક હોટેલમાંથી એક અજાણી યુવતીનો મૃતહેદ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે બોટકદેવ પોલીસને જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.આ પ્રાથમિક તપાસમા કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.

હોટેલમાં પરપ્રાંતિય યુવતીનો મૃતદેહ મામલે ખુલાસો

અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઈવે પરની એક હોટેલમાંથી ગઈ કાલે પરપ્રાંતિય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે બોડકદેવ પોલીસ દ્વારા આ અંગે તપાસ કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૂળ મિઝોરમની આ યુવતી HIV પોઝિટિવ હતી. અને તેનું મોત ડ્રગ્સના ઓવર ડોઝથી થયું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

અમદાવાદ હોટલમાં મૃતદેહ-humdekhengenews

પાલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી આ વિગતો

પોલીસની પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું છે કે આ યુવતી 24 વર્ષની છે. અને તે મિઝોરમની રહેવાસી છે. તેમજ યુવતી એચઆઈવી પોઝિટિવ હોવાની પણ જાણકારી સામે આવી છે. અને એવો પણ દાવો કરવામા આવી રહ્યો છે. આ યુવતી અમદાવાદનાં નવરંગપુરામાં આવેલા સ્પામાં કામ કરતી હતી. અને તે તે તેની બહેનપણી અને બે યુવકો સાથે હોટલમાં રોકાઇ હતી. આ દરમિયાન તેની તબિયત પણ ખરાબ હતી.

પોલીસે હોટેલના સીસીટીવી ચેક કર્યા

મહત્વનું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ યુવતીના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ યુવતી તેના મિત્ર સાથે હોટલમાં રહેવા આવી હતી અને તેની સાથે બીજુ એક કપલ પણ હોટલમાં રોકાયું હતું. પોલીસે હોટેલના સીસીટીવી ચેક કર્યા હતા. અને પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આ યુવતી સાથે કંઈક અઘટિત બન્યું હોઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ પુરાવા મળ્યા નથી. પરંતુ બોડકદેવ પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.

 આ પણ વાંચો : લિંગ પરિવર્તન : મહેસાણામાં જન્મના દાખલામાં ફેરફાર અંગે આવી પ્રથમ એવી અરજી કે પાલિકા પણ અસમંજસમાં મુકાઈ

Back to top button