દક્ષિણ ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રીડીયો સ્ટેશનમાં સેવા આપતા ચાર રેડિયો જોકીનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું સન્માન

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મનકી બાત કાર્યક્રમમાં જેમનો વિશેષ ઉલ્લેખ કર્યો છે તેવા મૂળ ગુજરાતના 22 જેટલા વ્યક્તિ વિશેષોનું ગૌરવ સન્માન ગાંધીનગર ખાતે કર્યું, આ 22 પૈકી ચાર વ્યક્તિ વિશેષ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યરત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા છે. રેડિયો યુનિટી ખાતે ચાર જેટલા સ્થાનિક ગાઈડ કે જેઓ રેડિયો જોકી તરીકે સેવા આપે છે તેવા ગુરુચરણ તડવી, ડોક્ટર નીલમ તડવી, ગંગાબેન તડવી અને હેતલબેન પટેલ સંસ્કૃત ભાષામાં રેડિયો પર માહિતી રજૂ કરે છે. જેમના કાર્યની સરાહના કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2021ના રોજ મન કી બાત કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો : રાજકોટ મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસે વિપક્ષનું પદ ગુમાવ્યું, ઓફિસ ખાલી કરવા આદેશ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી - Humdekhengenewsઉલ્લેખનીય છે કે રેડિયો યુનિટી ખાતે રેડિયો જોકે તરીકે સેવાઓ આપવા માટે ચાર ગાઈડને પસંદ કરવામાં આવ્યા છે. તેઓને રેડિયો જોકીની તાલીમ આપવામાં આવી છે સાથે જ પ્રાચીન ભાષા સંસ્કૃતની પણ તાલીમ આપવામાં આવી છે જેથી સમગ્ર દિવસ દરમિયાન રેડિયો યુનિટીના માધ્યમથી સંસ્કૃત ભાષામાં માહિતી પ્રદાન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ મન કી બાત કાર્યક્રમના સો સપ્તાહ આગામી દિવસોમાં પૂર્ણ થવાના છે આ વાર્તાલાપના અત્યાર સુધીના વિવિધ એપિસોડમાં જેમનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ ઉલ્લેખ કરેલ છે તેવા 22 ગુજરાતીઓને ચિન્હથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સન્માનિત કર્યા હતા અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Back to top button