ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીડીઓ ડીસા તાલુકા પંચાયતની ઓચિંતી મુલાકાતે

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ ડીસા તાલુકા પંચાયત કચેરીની ઓચિંતી મુલાકાત કરી હતી. ડીડીઓ ની મુલાકાત દરમિયાન પંચાયતમાં તમામ સ્ટાફ હાજર મળતા ડીડીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે મંગળવારે ડીસા તાલુકા પંચાયત કચેરીની ઓચિંતી મુલાકાત કરી હતી. કચેરી ના વિવિધ વિભાગોમાં જઈ તેઓએ કામગીરીનું સર્વેક્ષણ કરી રિપોર્ટ મેળવ્યા હતા.આ અંગે ડીડીઓએ જણાવ્યું હતું કે આજે ડીસા તાલુકા પંચાયત કચેરીની મુલાકાત દરમિયાન તમામ સ્ટાફ હાજર જોવા મળ્યો હતો તેમજ જે હાજર નથી તે પણ ફિલ્ડના કામમાં રોકાયેલો છે. આમ તેઓએ ડીસા તાલુકા પંચાયતના સ્ટાફના કામથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

Back to top button