ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

IPL 2023: GTએ MIને આપ્યો 208 રનનો ટાર્ગેટ, MI કેપ્ટન રોહિત શર્મા આઉટ

IPLની 16મી સિઝનની 35મી લીગ મેચ હાલમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી બેટિંગમાં શુભમન ગીલના બેટથી શાનદાર અડધી સદીની ઇનિંગ જોવા મળી હતી. આ સિવાય ડેવિડ મિલર અને અભિનવ મનોહરે 46 અને 42 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

Hardik Pandya and Rohit Sharma
Hardik Pandya and Rohit Sharma

રિદ્ધિમાન સાહા અને કેપ્ટન હાર્દિક પંડ્યાનું નબળુ પર્ફોમન્સ

આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ગુજરાત માટે ઈનિંગ્સની શરૂઆત કરવા ઉતરેલા રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ પ્રથમ વિકેટ માટે માત્ર 12 રનની ભાગીદારી કરી શક્યા. આ મેચમાં 7 બોલમાં 4 રન બનાવ્યા બાદ રિદ્ધિમાન સાહાએ અર્જુન તેંડુલકરની બોલ પર તેનો કેચ વિકેટકીપર ઈશાન કિશનને સોંપ્યો હતો.

આ પછી મેદાન પર શુભમન ગીલને સપોર્ટ કરવા આવેલા ગુજરાતની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સ્કોર વધારવાની શરૂઆત કરી હતી પરંતુ તે ઝડપથી રન બનાવી શકશે તેવું લાગતું નહોતું. ગુજરાતની ટીમ પ્રથમ 6 ઓવરમાં રમત પૂરી થયા બાદ 50 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. આ પછી તરત જ હાર્દિક પંડ્યા 14 બોલમાં 13 રનની ઇનિંગ રમીને પીયૂષ ચાવલાનો શિકાર બન્યો હતો. ગુજરાતની ટીમને 50ના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો.

શુભમન ગિલે ફટકારી અડધી સદી

50ના સ્કોર પર 2 વિકેટ ગુમાવ્યા બાદ શુભમન ગિલે વિજય શંકર સાથે મળીને ગુજરાતની ઈનિંગ્સને સંભાGujarat Titans vs Mumbai Indiansળવાની શરૂઆત કરી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 30 બોલમાં 41 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન શુભમન ગિલે પણ પોતાની અડધી સદી પૂરી કરી હતી. ગુજરાતની ટીમને 91 રનના સ્કોર પર ત્રીજો ફટકો ગિલના રૂપમાં લાગ્યો હતો, જે 34 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 56 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી તરત જ ટીમને 101 રનના સ્કોર પર ચોથો ફટકો વિજય શંકરના રૂપમાં લાગ્યો હતો, જે 16 બોલમાં 19 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યા હતા.

Gujarat Titans VS Mumbai Indians Team
Gujarat Titans VS Mumbai Indians Team

અભિનવ અને ડેવિડ મિલરની શાનદાર પાર્ટનરશીપ

101ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી ચૂકેલી ગુજરાત ટાઇટન્સ ટીમને એક તરફ ઝડપી રન બનાવવાની જરૂર હતી તો બીજી તરફ મોટી પાર્ટનરશીપ પણ કરવી પડી હતી. યુવા ખેલાડી અભિનવ મનોહરે ડેવિડ મિલર સાથે મળીને જવાબદારી લીધી અને બંનેએ વીજવેગે રન બનાવ્યા. અભિનવ મનોહર અને ડેવિડ મિલરે 35 બોલમાં 71 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી.

અભિનવ મનોહરે આ મેચમાં માત્ર 21 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં ડેવિડ મિલરે 22 બોલમાં 46 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય રાહુલ તેવટિયાએ પણ માત્ર 5 બોલમાં 20 રનની ઈનિંગ રમી હતી.
આ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમ 20 ઓવરના અંતે 6 વિકેટના નુકસાન પર 207 રનનો સ્કોર કરવામાં સફળ રહી હતી. મુંબઈ તરફથી બોલિંગમાં પિયુષ ચાવલાએ 2 જ્યારે અર્જુન તેંડુલકર, જેસન બેહરડોર્ફ, રિલે મેરેડિથ અને કુમાર કાર્તિકેયે 1-1 વિકેટ લીધી હતી.

Back to top button