ગુજરાતટોપ ન્યૂઝ

હાર્ટના દર્દીઓને લાભ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેથ લેબ શરૂ

Text To Speech
  • કેથ લેબ શરૂ કરવા સત્તાધીશોએ ચક્રો ગતિમાન કર્યા
  • ઝીરો રેફરલ પોલીસીનો લક્ષ્યાંક હોવાનો દાવો કર્યો
  • હાર્ટના દર્દીઓની એન્જિયોગ્રાફી પણ અહી જ કરી શકાશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હાર્ટના દર્દીઓને જૂનથી અમદાવાદ રીફર નહી કરવા પડે. જેમાં સિવિલમાં કેથ લેબ બાદ ઝીરો રેફરલ પોલીસીનો લક્ષ્યાંક છે. તથા યુએન મહેતા હોસ્પિટલ પાસે 6 તબીબો અને પેરા મેડિકલ સ્ટાફની માગણી કરવામાં આવી છે. તેમજ ઝીરો રેફરલ પોલીસીનો લક્ષ્યાંક હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો: ભાવનગરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટતા તંત્ર આકરા પાણીએ 

સિવિલ હોસ્પિટલમાં કેથ લેબ શરૂ કરવા સત્તાધીશોએ ચક્રો ગતિમાન કર્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેથ લેબ શરૂ કરવા સત્તાધીશોએ ચક્રો ગતિમાન કર્યા છે અને આગામી માસમાં તે શરૂ થઇ જવાનો દાવો કર્યો છે અને કેથ લેબ શરૂ થયા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના હાર્ટના દર્દીઓને સારવાર માટે અમદાવાદ રીફર નહી કરવા પડે તેમ જણાવી ઝીરો રેફરલ પોલીસીનો લક્ષ્યાંક હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો: ભાવનગરમાં ગુરૂએ ચેલાને અવળે રસ્તે ચઢાવી કર્યું મોટુ કૌભાંડ 

હાર્ટના દર્દીઓની એન્જિયોગ્રાફી પણ અહી જ કરી શકાશે

સિવિલ સર્જન ડો.રાધેશ્યામ ત્રીવેદીએ જણાવ્યું હતું કે આગામી એક થી દોઢ માસમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે કેથ લેબ શરૂ થઇ જશે. અત્યાર સુધી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી હાર્ટના જે દર્દીઓ આવતા હતા તેમને આપણે અમદાવાદ રીફર કરવા પડતા હતા. પરંતુ હવે કેથ લેબ શરૂ થઇ જતા હાર્ટના દર્દીઓની એન્જિયોગ્રાફી પણ અહી જ કરી શકાશે અને તેની કેટલી નળી બ્લોકેજ છે તે જાણીને એન્જિયોપ્લાસ્ટ પણ અહી જ કરી શકાશે.

આ પણ વાંચો: ગુજરાત સાવધાન: કેરી કરતા સસ્તો રસ કેવી રીતે બનતો હશે!

હાલમાં સિવિલ હોસ્પિટલમાં બે કાર્ડયોલોજીસ્ટ છે

હાલમાં સિવિલ હોસ્પિટલમાં બે કાર્ડયોલોજીસ્ટ છે અને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ પાસે પોસ્ટ ડીએમ કરેલા 6 સ્પેશીયાલિસ્ટની માગણી કરી છે. આ ઉપરાંત નર્શિંગ, ટ્રેઇન્ડ ટેકનિશિયનથી લઇ તમામ એક્સપર્ટ સ્ટાફની માગણી કરવામાં આવી છે. જે ફાળવી દેવાયા બાદ અમારો લક્ષ્યાંક ઝીરો રેફરલ પોલીસીનો છે. હાલમાં હાર્ટના દર્દીઓનો ઇસીજી, ઇકો, ટીએમટી ટેસ્ટ વગેરે કરવાની સુવિધા છે.

Back to top button