ઉત્તર ગુજરાતગુજરાત

બદ્રી – કેદારનાથ ના કપાટ ખુલ્યા : 51 કુમારીઓ આજીવન શિવ અવતરણ સંદેશ સાથે માનવ સેવા માટે થઈ સમર્પિત

Text To Speech
  • ઉત્તરાખંડના શ્રીનગર ગઢવાલ ખાતે ભવ્ય અધ્યાત્મ સમારંભ યોજાયો
  • કન્યાના માતા- પિતાએ પોતાની પાર્વતીઓને શિવ સમર્પિત કરી

પાલનપુર : દેશભરના શિવ ભક્તોનો મોટી સંખ્યામાં બદ્રી કેદારનાથ દર્શન જોવા માટેનો ઇંતજાર 23 એપ્રિલ પૂર્ણ થયો. જ્યારે યમનોત્રી, ગંગોત્રી અને પવિત્ર યાત્રાધામ બદ્રીકેદારનાથ ના કપાટ ખોલવામાં આવ્યા ત્યારે એક અનોખા શિવ વિવાહ ચારધામ યાત્રાના માર્ગમાં રહેલ શ્રીનગર ગઢવાલ ખાતે યોજાયા હતા જેમાં બ્રહ્માકુમારી‌ઝ ના હજારો રાજયોગી ભાઈઓ- બહેનો સાથે શિવ ભક્તો ઉમટી પડ્યા હતા.

બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર હરિદ્વાર, ઋષિકેશ સહિત ઉત્તરાખંડ ના વિવિધ શહેરોની 51 કુમારીઓ એ પ્રતિજ્ઞા લીધેલ કે, તેઓ પોતાના ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી બદ્રીકેદારનાથ ના કપાટ ખુલતા જ ભોલેનાથ સાથે વિવાહ કરી પરમાત્મા શિવના અવતરણના સંદેશ આપતા આજીવન બ્રહ્મા ચારીણી શિવ શક્તિ બ્રહ્માકુમારી તરીકે માનવ સેવામાં પોતાનું જીવન અર્પણ કરશે.

આ ભવ્ય શિવ સમર્પણ સમારંભમાં કેબિનેટ મંત્રી ધનસિંહ રાવત, ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, રુદ્ર પ્રયાગ, શ્રીનગર, પૌડી વગેરે વિસ્તારના ધારાસભ્યો માઉન્ટ આબુ થી પ્રસિદ્ધ વક્તા બ્રહ્માકુમારી ઉષાબેન, મૃત્યુંજયજી, ઝોન પ્રભારી મહેર ચંદજી, બ્રહ્માકુમારી નીલમબેન વગેરેએ પોતાની શુભેચ્છા પાઠવી કુમારીઓને આજીવન માનવ સેવાના શપશ લેવડાવ્યા હતા.

આ પહાડી વિસ્તારમાં સૌથી મોટો સમારંભમાં હજારોની માનવ મેદની વચ્ચે કન્યાઓના માતા – પિતાએ પોતાની પાર્વતી પુત્રીઓને શિવ ભગવાન સાથે સાત ફેરા ફેરવી બ્રહ્માકુમારી શિવ શક્તિ ની દીક્ષા આપેલ અને પોતાને પરમ ભાગ્યશાળીની અનુભૂતિ કરેલ. આ સાથે ચારેય ધામમાં આવેલ ગંગા નદીના કિનારે સ્થિત બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રોનું પણ શિવ ભોલાનાથ અવતરણ સંદેશ સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ભાવનગરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટતા તંત્ર આકરા પાણીએ

Back to top button