- મંજુરી વગર જ બબ્બે માળના બિલ્ડીંગ ખડકાઈ ગયા
- કુલ 12 દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા
- છેલ્લા ઘણા સમયથી જેસીબી ચાલી રહ્યુ છે
ભાવનગરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટતા તંત્ર આકરા પાણીએ છે. જેમાં ગેરકાયદે બાંધકામો સામે મ્યુનિસિપલ કોર્પોરેશને ડઝન દુકાનોના શટરો પાડીને સીલ મારી દીધા છે. તેમજ તંત્રની મંજુર વગર જ બે માળનુ કોમર્સિયલ બાંધકામ કરી નાખ્યુ છે. જેમાં શહેરના જમાદાર શેરી, ભાયાણીનો ડેલામાં ટાઉન પ્લાનિંગ વિભાગની કાર્યવાહી શરૂ થઇ છે. તેમાં સેકન્ડ ફ્લોર ઉપર પાંચ દુકાન મળીને કુલ 12 દુકાનને સીલ મારવામાં આવ્યા છે.
કુલ 12 દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા
ભાવનગર શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ ડર ન હોય તેમ મંજુરી વગર જ બે માળનું બિલ્ડીંગ થઈ ગયુ હતું, જોકે તંત્રના ધ્યાન ઉપર આવતા ગ્રાઉન્ડ ફ્લોર સહિત બંને માળની મળીને કુલ 12 દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા હતા.
મંજુરી વગર જ બબ્બે માળના બિલ્ડીંગ ખડકાઈ ગયા
ભાવનગર શહેરમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટયો છે. છેલ્લા ઘણા સમયથી જેસીબી ચાલી રહ્યુ છે, છતા દબાણો ખુટતા નથી, પણ તેટલા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામો પણ ખડકાયેલા છે. મંજુરી વગર જ બબ્બે માળના બિલ્ડીંગ ખડકાઈ ગયા છે. જેમાં શહેરના જમાદાર શેરી ભાયાણીના ડેલામા ગેરકાયદેસર બાંધકામ અન્વયે ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પર બે દુકાન, ર્ફ્સ્ટ ફ્લોર પર પાંચ દુકાન, સેકન્ડ ફ્લોર ઉપર પાંચ દુકાન મળીને કુલ 12 દુકાનને સીલ મારવામાં આવ્યા હતા.