કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

“દિલમાં અમારા વતનની માટી માટે ઋણ જાગ્યુ…” તમિલ બહેનોએ માતૃભૂમિના ભાવને વ્યક્ત કરતા ગીતની કરી રચના

  • તમિલ બહેનોએ કરી માતૃભૂમિના ભાવને વ્યક્ત કરતા લાગણીશીલ ગીતની રચના
  • હ્રદયમાં વતનની માટી પર પગ મૂકવાની ખુશી સાથે જણાવ્યો ગીતનો ભાવાર્થ
  • મંત્રી સ્મૃતિ ઈરાનીએ બીરદાવ્યો લાગણીશીલ તમીલ બહેનોનો ભાવ

“દિલમાં અમારા વતનની માટી માટે ઋણ જાગ્યુ, મહાદેવ પાસે વડાપ્રધાન માટે અમે ખૂબ માગ્યુ.” સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં ભાગ લેવા આવેલા મૂળ સૌરાષ્ટ્રીયન તમિલ ગાયત્રી નાગરાજન અને કુપ્પા મહાલક્ષ્મી અને એમના ગૃપની મહિલાઓએ સોમનાથ, સરદાર, સિંહ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વડાપ્રધાનના સંગમને એકતાંતણે ગૂંથી તમિલમાં ગીતની રચના કરી છે જેમાં આ સંક્ષિપ્ત ભાવાર્થ રચાયેલો છે. આ રીતે ગૃપની પાંચ મહિલાઓએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સહિત મહેમાનો સમક્ષ પોતાના ગીતની પ્રસ્તુતી કરી હતી અને વતન મેળાપ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાવ્યાત્મક શૈલીમાં આભાર વ્યક્ત કર્યો હતો.

તમિલ સંગમ-humdekhengenews

તમિલ બહેનોએ કરી અનોખા ગીતની રચના

ગીર સોમનાથની ભૂમી પર પગ મૂકતાં જ લાગણીશીલ થયેલી મૂળ સૌરાષ્ટ્રીયન તમિલ મહિલાઓએ આંખમાં ઝળહળીયા અને હ્રદયમાં વતનની માટી પર પગ મૂકવાની ખુશી સાથે ગીતનો ભાવાર્થ જણાવ્યો હતો જેમાં સ્પષ્ટ રીતે એમની અંતરની ઉર્મીઓ ઘૂઘવતી હતી. મૂળ સૌરાષ્ટ્રીયન તમિલ ગાયત્રી નાગરાજને જણાવ્યું હતું કે, મારા પરદાદા વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી હિજરત કરી અને મદુરાઈ આવ્યા હતા જે પછીથી અમારો પરિવાર વર્ષોથી અહીં જ સ્થાયી થયો છે. અમારા કુળદેવી માતા અજાપાલેશ્વરીદેવી અને દૈત્યસુદન મહારાજ છે જે અહીં સોમનાથની ભૂમિ પર વસેલા છે. આવી ધાર્મિક અને આધ્યાત્મભરી યાત્રા કરાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો અમે સૌ સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાય હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ. વડાપ્રધાન મોદીએ ગીરના સિંહ સમાન છે જેની ગર્જના આજે વિશ્વભરમાં ગૂંજતી થઈ છે.

ગીતમાં આખા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ પ્રવાસ’નું કર્યું વર્ણન

જ્યારે કુપ્પા મહાલક્ષ્મીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે હું એક ગાયક છું અને અમને ટ્રેનમાં આવતા સમયે જ વિચાર આવ્યો હતો કે અનોખી રીતે અમે અમારો આભાર વ્યક્ત કરીએ. જેથી અમે સાથે મળી આ ગીતની રચના ટ્રેનમાં જ કરી હતી અને મંત્રી સ્મૃતિ ઈરાની સમક્ષ પઠન પણ કર્યુ હતું. આ ગીતમાં અમારા આખા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ પ્રવાસ’નું વર્ણન છે. જેમાં લોખંડી પુરૂષ સરદાર પટેલનો, ગીરના સિંહનો, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો તેમજ અમદાવાદ સહિત સ્થળોનો ઉલ્લેખ કરેલો છે. અહીં ગુજરાતમાં ઘણો વિકાસ થયો છે અને લોકો પણ માયાળુ છે. અમારો આ પ્રવાસ યાદગાર રહ્યો છે. તમિલનાડુ જઈ અમે વધુને વધુ લોકોને ગુજરાત આવવા માટે જણાવીશું આવું કહી એમણે ગુજરાતની ખમીરવંતી ધરા અને સૌરાષ્ટ્રના આતિથ્યપણા પ્રત્યે પોતાના હ્રદયનો ભાવ વ્યક્ત કર્યો હતો.

 આ પણ વાંચો : અમદાવાદ : હાઈકોર્ટે કાઢી AMCની ઝાટકણી, ‘અધિકારીઓ કોર્ટના હૂકમોને કેમ ધ્યાને લેતા નથી’

Back to top button