બનાસકાંઠા: ડીસાના માલગઢમાં ભૈરવ દાદાના મંદિરે 27 મો વાર્ષિકોત્સવ ઉજવાયો
પાલનપુર: ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં આવેલ વિદ્યમાન કાળા-ગોરા જોધપુર વડલીવાળા ભૈરવ દાદાના મંદિરે 27 મી વર્ષગાંઠ નિમિત્તે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ હતી. જેમાં સગરામજી કસનાજી બદાજી પઢિયાર પરિવાર તરફથી આયોજન કરાયું હતું.જેમાં રાત્રે ભજન (ડાયરા) માં કલાકાર તરીકે કવિતા પવાર (રાજસ્થાન), ગણપતભાઇ માળી, મંચ સંચાલક ગણપતભાઇ એસ. ભાટી, મુકેશભાઇ મહેતા, ભારતીય મ્યુઝીકલ ગૃપ-સલીમ ડાન્સર મુકેશ મોકળસર, ડાન્સર અરવિંદ સાચોરી અને ભાવેશભાઇ પઢિયાર (કેદારનાથ) દ્વારા મોડી રાત સુધી ભાવિક ભક્તોને ડોલાવ્યા હતા.જ્યારે દાતાઓ દ્વારા આવેલ મહેમાનોને પુષ્પગુચ્છ આપી અને પાઘડી પહેરાવી વિશેષ સન્માન કરાયું હતું.
વિશાળ શોભયાત્રા યોજાઇ, યજ્ઞમાં ભાવિક ભક્તોએ આહુતી આપી ધન્યતા અનુભવી
જ્યારે સોમવારે સવારે સગરામજી કસનાજી બદાજી પઢિયારના નિવાસસ્થાનેથી ડી.જે.ના તાલે વાજતે-ગાજતે વિશાળ શોભાયાત્રા ભૈરવ દાદાના મંદિરે પહોંચતાં ભાવિક ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને મંદિરે ભક્તોએ શિશ ઝુકાવ્યું હતું. જ્યારે યજ્ઞના મુખ્ય યજમાન નરેશભાઇ પ્રભુજી પઢિયારે લ્હાવો લીધો હતો.જેમાં યજ્ઞના આચાર્ય ભરતભાઇ વ્યાસ (માલગઢ), દર્શનભાઇ દવે (ભાભર), રમેશભાઇ વ્યાસ (ભાભર) અને પ્રકાશભાઇ (ભાભર) ના વૈદાંત મંત્રોચ્ચારથી ભાવિક ભક્તોએ યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી હતી. જ્યારે સંતશ્રી સિરોમણી છોગારામજી બાપુ (સિસોદરા)એ ભાવિક ભક્તોને આર્શિવચન પાઠવ્યા હતા.
જ્યારે ભાવિક ભક્તોએ સમૂહ ભોજન પ્રસાદનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સંજયભાઇ એમ. સોલંકી (વાસણા-જૂનાડીસા), ભાવેશભાઇ કે. પઢિયાર, હીતેશભાઇ પઢિયાર, બનાસકાંઠા જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી કૈલાશભાઇ વી. ગેલોત, ચેતનભાઇ પઢિયાર, ગુજરાત રાજ્ય વેરહાઉસીંગ કોર્પોરેશન બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, નાયબ કલેકટર દલપતભાઇ ટાંક, માલગઢ પૂર્વ સરપંચ કુંદનલાલ કચ્છવા, માલગઢ પૂર્વ સરપંચ શ્રવણભાઇ પરમાર અને સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.