નેશનલ

PM મોદીએ દેશની પહેલી વોટર મેટ્રોનું કર્યું ઉદ્ઘાટન, જાણો તેની કેટલીક ખાસ સુવિધાઓ

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​કેરળમાં ભારતની પ્રથમ ‘વોટર મેટ્રો રેલ સેવા’નું ઉદ્ઘાટન કર્યું. આ સેવા એવા શહેરો માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે, જ્યાં પરંપરાગત મેટ્રો રેલમાં અનેક અવરોધો છે. ચાલો જાણીએ વોટર મેટ્રો રેલ સેવા સંબંધિત કેટલીક રસપ્રદ માહિતી;

આ પણ વાંચો : કેરળને પહેલી વંદે ભારતની ભેટ ! PM મોદીએ લીલી ઝંડી બતાવી કરાવ્યું પ્રસ્થાન
PM - Humdekhengenews

  • કોચી વોટર મેટ્રો શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવામાં નિમિત્ત સાબિત થશે. રૂ. 1,136 કરોડના આ પ્રોજેક્ટને કેરળ માટે ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે. તે જાહેર પરિવહન અને પર્યટન દ્વારા શહેરમાં આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી શકશે. કોચી અને નજીકના દસ ટાપુઓ વચ્ચે વોટર મેટ્રો શરૂ થઈ રહી છે. કોચી વોટર મેટ્રો પ્રથમ તબક્કામાં હાઈકોર્ટ-વાઈપિન ટર્મિનલ અને વિટ્ટીલા-કક્કનાડ ટર્મિનલ વચ્ચે શરૂ થશે.
  • વોટર મેટ્રોમાં મુસાફરી માટે લઘુત્તમ ભાડું 20 રૂપિયા છે, જે લોકો નિયમિત પ્રવાસીઓ છે, તેઓ બસ અથવા લોકલ ટ્રેન જેવા સાપ્તાહિક અને માસિક પાસ પણ લઈ શકે છે. સાપ્તાહિક ભાડું 180 રૂપિયા હશે, જ્યારે માસિક ભાડું 600 રૂપિયા હશે, જ્યારે ત્રિમાસિક ભાડું 1500 રૂપિયા હશે. એટલું જ નહીં, મુસાફરો એક જ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને કોચી મેટ્રો ટ્રેન અને વોટર મેટ્રોમાં મુસાફરી કરી શકશે. ટિકિટ બુક કરવા માટે તમે કોચી વન એપનો ઉપયોગ પણ કરી શકો છો.
  • વોટર મેટ્રો તરીકે ઓપરેટ થનારી બોટ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. આ પ્રોજેક્ટને કેરળ સરકાર દ્વારા જર્મનીના KFW ના સહયોગથી ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તેના પર લગભગ 1,137 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
  • વોટર મેટ્રો પહેલા 8 ઈલેક્ટ્રિક હાઈબ્રિડ બોટ સાથે શરૂ થશે, પછી તેની સંખ્યા વધારવામાં આવશે.
  • મેટ્રો ટ્રેનની જેમ સંપૂર્ણ એરકન્ડિશન્ડ હશે અને દરરોજ 15 મિનિટના અંતરાલથી 12 કલાક ચાલશે. અત્યારે શરૂઆતમાં 23 બોટ અને 14 ટર્મિનલ છે. દરેક મેટ્રોમાં 50 થી 100 મુસાફરો બેસી શકે છે.

Back to top button