ઘરના જ નીકળ્યા ઘાતકી ! પરિવારની વિરુદ્ધ જઈને જીવનસાથી પસંદ કરતાં યુવતીને મળ્યું મોત
- નવસારીમાં પ્રેમ સબંધના કરુણ અંજામની ઘટના
- પ્રેમ સબંધની જાણ થતા પરિવારે પોતાની જ દિકરીની કરી હત્યા
- પ્રેમીએ પરિવાર સામે ફરિયાદ નોંધાવી કરી ન્યાયની માંગ
આજ કાલ યુવક યુવતીઓ કોઈ પણ પ્રકારના નાતજાત જોયા વગર પોતાના જીવન સાથીની પસંદગી કરતા હોય છે. પરંતુ તેમાં કેટલાક પરિવારને આવા સબંધો પસંદ ન આવતા તેનો વિરોધ કરતા હોય છે. અને કેટલીક જગ્યાએ આવા સબંધોનો કરુણ અંજામ પણ આવતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો નવસારી જિલ્લામાથી આવ્યો છે. નવસારીમા એક મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમ સબંધ હોવાની જાણ તેના પરિવારને થતા યુવતીના પરિવારે તેની દીકરીની હત્યા કરીને દફનવિધિ કરી દીધી હોવાની ઘટના સામે આવી છે.
પરિવારે પોતાની દિકરીની હત્યા કરીને દફનાવી
મળતી માહીતી મુજબ નવસારી જિલ્લાના અબ્રામાં ગામે પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. મુસ્લિમ યુવતીના હિન્દુ યુવક સાથેના પ્રેમ સંબંધ વિશે જાણ થતાં પરિવારે તેની હત્યા કરીને દફનાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે યુવતીના પ્રેમી બ્રિજેશ પટેલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને તેને આક્ષેપ કર્યો છે. યુવતીના પરિવારને તેમના પ્રેમ સબંધ વિશે જાણ થતા તેમને યુવતીની હત્યા કરીને દફનાવી દીધી છે. જેથી યુવકે યુવતીના મૃતદેહને કબ્રમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી છે.
જાણો સમગ્ર ઘટના
ફરિયાદી બ્રિજેશ પટેલના જણાવ્યા પ્રમાણે બ્રિજેશ છેલ્લા પાંચ વર્ષથી સાહિસ્તા નામની મુ્સ્લિમ યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. અને સાહિસ્તા છેલ્લે 20 એપ્રિલે તેના ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ તેના પરિવારના માણસો બ્રિજેશના ઘરે પહોંચ્યા અને સાહિસ્તા શોધવા લાગ્યા હતા. આ ઉપરાંત બ્રિજેશને માર મારવાની ધમકી પણ આપી હોવાનો આરોપ યુવકને કર્યો છે. યુવતીના પરિવારના સભ્યો ત્યાં હાજર હતા આ દરમિયાન બ્રિજેશને સાહિસ્તાનો એકાએક ફોન આવ્યો અને અને કહ્યું હતું કે, ‘તું મને લઈ જા’ જેથી પરિવારે બ્રિજેશને કહ્યું કે ‘તું સાહિસ્તાને લઈ આવ અને ત્યારબાદ તલવાડા તળાવ પાસે સહિસ્તાને અમને સોંપી દેજે.’ જે બાદ બ્રિજેશે તલવાડા ચોકડી પાસે સાહીસ્તાને તેના પરિવારના સભ્યોને સોંપી દીધી અને સાદિક નામના વ્યક્તિ દ્વારા સાહિસ્તાને પોતાની કારમાં બેસાડી લઈ ગયો હતો. આ ઘટનાના બીજા દિવસે બ્રિજેશને જાણ થઈ કે સાહિસ્તાની હત્યા કરીને દફનાવી દેવાઈ છે. જે બાદ બ્રિજેશ પોલીસે સ્ટેશને પહોંચ્યો હતો.
આ પણ વાંચો : PFI પર NIAની મોટી કાર્યવાહી, દેશના આ રાજ્યોમાં એકસાથે 17 સ્થળોએ દરોડા પાડ્યા