તોડકાંડ : યુવરાજસિંહના બીજા સાળા શિવભા ગોહિલે કર્યું આત્મસમર્પણ
યુવરજસિંહે ડમીકાંડને ખુલ્લુ પાડ્યા બાદ ખુદ યુવરાજસિંહની તોડકાંડ મામલે ધરપકડ કરવામાં આવી છે. ડમીકાંડમાં નામ જાહેર ન કરવા બદલ 1 કરોડ રૂપિયાની ખંડણી મામલે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહની ધરપકડ બાદ તેમના સાળા કાનભાની પણ સુરતથી આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. આજે કાનભાના ભાઈ અને યુવરાજના બીજા સાળા શિવભાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. અગાઉ પોલીસ દ્વારા યુવરાજના સાળા કાનભા પાસેથી 38 લાખ રિકવર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાત પોલીસે મહાઠગ કિરણ પટેલની કસ્ટડી J&K પોલીસને સોંપી
પોલીસે લગાવેલ આરોપ મુજબ શિવભાએ તમની ઓફિસના સીસીટીવીનું DVR પોલીસને ન મળે તે માટે બદલ્યું હતું. તોડકાંડ મામલે પોલીસે શિવભાના મિત્ર પાસેથી વધુ 21 લાખ રૂપિયા રિકવર કર્યા છે. આ બાબતે શિવભાએ કહ્યું હતું કે યુવરાજસિંહને પતાવવા માટે આ રાજકીય ષડયંત્ર છે. યુવરાજસિંહે કોઈ પૈસાની લેતી દેતી કરી નથી. અમે આરોપીઓને મળ્યા હતા પણ તેમની પાસેથી પૈસા લીધા નથી. ઉલ્લેખનીય છે કે ડમીકાંડને લઈ એકપછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે આજે તોડકાંડ કરવાના આરોપમાં યુવરાજના બીજા સાળા શિવભાએ પોલીસ સમક્ષ આત્મસપર્પણ કર્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ડમીકાંડ અને તોડકાંડ મામલે હજુ પણ મોટા ચોંકવાનારા ખુલાસા થઈ શકે છે.