ગુજરાત

બનાસકાંઠા : રૂ.18 હજારની લાંચ લેતા શાળાના આચાર્ય રંગે હાથે ઝડપાયા

Text To Speech
  • સાતરવાડા પ્રા. શાળાના આચાર્ય લાંચ લેતા ઝડપાયા
  • NIOSમાં પરીક્ષા અપાવવા આચાર્યએ માગી હતી લાંચ
  • સિદ્ધપુરની ખાનગી હોટલ પર લાંચ લેતા ઝડપાયા

બનાસકાંઠાના આચાર્ય રૂ.18 હજારની લાંચ લેતા ઝડપાયા છે. જેમાં સાતરવાડા પ્રાથમિક શાળાનો આચાર્ય લાંચ લેતા ઝડપાયો છે. તેમાં NIOSમાં પરીક્ષા અપાવવા આચાર્યએ લાંચ માગી હતી. જેમાં સરકારી ફી ઉપરાંત રૂપિયા 18 હજારની લાંચ લેતા ઝડપાયા છે.

લાંચ લેતા ACBની ટ્રેપમાં ઝડપાયા

આચાર્ય સિદ્ધપુરની ખાનગી હોટલ પર લાંચ લેતા ઝડપાયા છે. જેમાં બનાસકાંઠાના આચાર્ય રૂપિયા 18 હજારની લાંચ લેતા ACBની ટ્રેપમાં ઝડપાયા છે. તેમજ સરકારી અનુદાન મેળવતી સંસ્થામાં ધોરણ 10ની પરીક્ષા અપાવવા માટે લાંચ માંગી હતી. તેમજ સરકારી ફી ઉપરાંત રૂપિયા 18,000 લાંચની રકમ ફરિયાદી પાસે આરોપીએ માંગી હતી. જેમાં ACBએ છટકુ ગોઠવી આરોપીને લાંચની રકમ સાથે ઝડપી અટકાયત કરી હતી.

સિદ્ધપુરની ખાનગી હોટલ પરથી ઝડપાયા

સાતરવાડા પ્રાથમિક શાળાનો આચાર્ય લાંચ લેતા ઝડપાયો છે. જેમાં સરકારી અનુદાન મેળવતી NIOSમાં પરીક્ષા અપાવવા આચાર્યએ રૂ.18000ની લાંચ માંગી હતી. તેમાં સરકારની ફી ઉપરાંત 18000ની લાંચ માંગતા ફરિયાદીએ પાટણ એસીબીને જાણ કરી હતી. જેમાં પાટણ એસીબીએ છટકુ ગોઠવી સિદ્ધપુરની ખાનગી હોટલ પર આચાર્યને લાંચના રૂ.18000 લેવા બોલાવી રંગે હાથે ઝડપી લીધો હતો. જેમાં જિલ્લાનો આચાર્ય રંગે હાથે લાંચ લેતા ઝડપાઈ જતા શિક્ષક આલમમાં ખળભળાટ થયો હતો.

Back to top button