ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: યુવરાજસિંહની ધરપકડ સામે વિરોધ:ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Text To Speech

પાલનપુર: વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહની ધરપકડને પગલે ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો અને નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને તાત્કાલિક યુવરાજસિંહને છોડવામાં આવે તેવી માગ કરી હતી.

યુવરાજસિંહને છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

આપના યુવા નેતા યુવરાજસિંહની એક કરોડની ખંડણીના કેસમાં ધરપકડને લઈ ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સોમવારે ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી સરકારની કિન્નાખોરી સામે રોષ ઠાલવ્યો હતો. ઉત્તર ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રભારી ડૉ. રમેશ પટેલે જણાવ્યું હતું કે, ભ્રષ્ટ ભાજપના નેતાઓએ પંદર-પંદર વખત જે પેપર ફૂટ્યા હતા અને સમગ્ર પેપર કાંડને યુવરાજસિંહએ બહાર લાવી વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો.

આવેદનપત્ર-humdekhengenews

હવે ભાજપ સરકારના આવા કૌભાંડો બહાર ન આવે તે માટે યુવરાજસિંહને પૈસા લેવાના ખોટા કેસમાં ફસાવી દઈ ધરપકડ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારની આવી દમનગીરીથી કદાચ તેમને સત્તા મળી જશે, પરંતુ વિદ્યાર્થીઓને ક્યારેય ન્યાય નહીં મળે. તેના માટે આજે નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી યુવરાજસિંહને તાત્કાલિક છોડવામાં આવે તેવી માગ કરી છે. જો સરકાર તાત્કાલિક યુવરાજસિંહને નહીં છોડે તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી હજુ પણ વધારે ઉગ્ર આંદોલન કરશે જેની સરકારે તૈયારી રાખવી પડશે.

આ પણ વાંચો :ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં 4 આરોપી ઉમેરાતા આંકડો 44 થયો

Back to top button