ગુજરાતટોપ ન્યૂઝ

ભરૂચ: પુત્રએ પિતાની હત્યા કરવા માટે શૂટરોને બોલાવ્યા

Text To Speech
  • પિતાની હત્યા કરવા પુત્રએ કાવતરુ રચ્યું
  • પુત્રે જ બિહારથી શૂટરોને બોલાવી ફાયરિંગ કરાવ્યું
  • પુત્ર સહિત ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી

ભરૂચમાં પિતાની હત્યા કરવા માટે પુત્રે જ બિહારથી શૂટરોને બોલાવી ફાયરિંગ કરાવ્યું છે. જેમાં ગત 11 એપ્રિલે નર્સરીના વેપારી પર ત્રણ શખ્સે ફાયરિંગ કર્યું હતું. તેમાં રૂપિયાની લેવડદેવડમાં હત્યા કર્યાનો ખુલાસો થયો છે. તથા પુત્ર સહિત ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: સિવિલ કેન્સર હોસ્પિટલમાં કર્મચારીઓને ફોનના ઉપયોગ પર પ્રતિબંધ

પોલીસ બિહારથી ત્રણે શાર્પ શૂટરોને ઝડપી પાડી ભરૂચ લઈ આવી

ભરૂચ નજીકના મકતમપુર વિસ્તારમાં તા 11 એપ્રિલના રોજ કુદરતી હાજતે ગયેલા માટલા અને નર્સરીના વેપારી પર ફયરીંગ કરવામા આવ્યું હતું. આ બનાવની તપાસ દરમિયાન જણાયું કે પુત્રે જ પિતાની હત્યાની સોપારી હતી. આ બનાવ અંગે LCB પોલીસ અને સી ડિવિઝન પોલીસ બિહારથી ત્રણે શાર્પ શૂટરોને ઝડપી પાડી ભરૂચ લઈ આવી હતી. જ્યારે સોપારી આપનાર પુત્રને ભરૂચથી દબોચી લેવાયો હતો.

આ પણ વાંચો: ગુજરાત: નજીકના દિવસોમાં IPS અધિકારીઓની બદલીઓનો ગંજીફો ચીપાશે

અજાણ્યા શૂટરોએ ફયરીંગ કરતાં વેપારીને ઇજાઓ થઇ

ગત તા.11ના રોજ ઝડેશ્વર રોડ ઉપરવેપારી વહેલી કુદરતી હાજતે ગયેલ હતા. તે વખતે તેઓ ઉપર અજાણ્યા શૂટરોએ ફયરીંગ કરતાં વેપારીને ઇજાઓ થતા હોસ્પીટલમાં દાખલ કરવામા આવ્યા હતા. આ બાબતે વેપારીના પુત્રએ જુની અદાવતમાં આયોજનબધ્ધ રીતે હુમલો થયાની શંકા વ્યકત કરી હતી.

પિતા સાથે નાણાંકીય લેવડ-દેવડ બાબતે તકરાર ચાલતી

દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, આરોપીઓ બિહાર ખાતેથી આવ્યા હતા અને ગુનો આચરી પરત જતા રહ્યા હતા. જેના આધારે પોલીસની એક ટીમ તાત્કાલીક શિવહર (બિહાર) ખાતે પહોંચી અને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. પૂછપરછ કરતા વેપારીનો પુત્ર લલન શાહ મિત્ર હોવાથી પિતાની હત્યા કરવા આવ્યો હોવાનું જણાયું હતું. ત્યારબાદ પુત્ર લલન શાહને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા તે ભાંગી પડયો અને ગુનો કબૂલ્યો હતો. પોતાના પિતા સાથે નાણાંકીય લેવડ-દેવડ બાબતે તકરાર ચાલતી હતી આથી તેમની હત્યા કરવાનું કાવતરું ઘડયું હોવાનું જણાવ્યું હતું.

Back to top button