અમદાવાદમાં IPL જોવા આવતા લોકો માટે મહત્વનો નિર્ણય, પાર્કિંગ માટે કરાવવું પડશે એડવાન્સ બુકિંગ
- અમદાવાદમાં મેચને લઈને ટ્રાફિક પોલીસનો મહત્વનો નિર્ણય
- વાહન પાર્કિંગ માટે કરાવવું પડશે એડવાન્સ બુકિંગ
- સ્ટેડિયમના ગેટથી પાર્કિંગ સુધી લાવવા- લઈ જવા માટે ફ્રી શટલ સર્વીસની સુવિધા
અમદાવાદમાં આગામી 25 એપ્રિલના રોજ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે મેચ રમાશે . આ મેચ દરમિયાન ટ્રાફિકને પહોંચી વળવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ મેચ જોવા આવનારા લોકોને વાહનના પાર્કિંગ માટે એડવાન્સ બુકિંગ કરવાનું રહેશે.
Download ShowMyParking App For a Hassle-free parking experience.https://t.co/kz51BAPUHj
Book Your Parking Now.#AhmedabadTrafficPolice pic.twitter.com/M2X6G4YbXz— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) April 24, 2023
વાહન પાર્કિંગ- એપ્લીકેશન પરથી બુકિંગ કરાવવું
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા 25 એપ્રિલના રોજ ગુજરાત ટાઈટન્સ અને મુબઈ ઈન્ડિયન્સની મેચ રમાશે. ત્યારે મેચ જોવા આવનાર લોકોને હાલાકી ન પડે તે માટે અને પાર્કિંગની સુવિધા મળી રહે તે હેતુથી અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ દરેક પ્રેક્ષકોને પોતાનું વાહન પાર્કિંગ- એપ્લીકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુક કરાવવુ પડશે. આ સાથે જ આ વખતે દૂરના પાર્કિંગ સ્થળોથી સ્ટેડિયમના ગેટ સુધી તેમજ સ્ટેડિયમના ગેટથી પાર્કિંગ સુધી લાવવા- લઈ જવા માટે ફ્રી શટલ સર્વીસની ખાસ વ્યવસથા કરવામા આવી છે.
આ પણ વાંચો : સુરત : ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા મહિલા પ્રોફેસરનો આપઘાત