હાડકાને નબળી બનાવે છે આ આદતોઃ જો તમને પણ હોય તો તાત્કાલિક બદલો
- હાડકાની હેલ્થ માટે વિટામીન ડી અને કેલ્શિયમ ખૂબ જરૂરી છે.
- મજબૂત હાડકા માટે તમારુ ડાયટ બદલો
- ક્યારેક ક્યારેક તડકામાં રહેવાની આદત પાડો.
શરીરમાં હાડકા મજબૂત હોવા જરૂરી છે. પહેલા તો વધતી ઉંમરની સાથે હાડકા નબળા પડતા હતા, પરંતુ હવે નાની ઉંમરમાં લોકો નબળા હાડકાથી પરેશાન થવા લાગ્યા છે. આવું કેટલીક ભુલોના લીધે થાય છે. બોન હેલ્થનો ખ્યાલ રાખવા માટે કેલ્શિયમની સાથે સાથે વિટામીન ડીની પણ જરૂર પડે છે. હાડકામાં થતા દુખાવાથી બચવા અને હાડકા તુટવાથી બચાવવા તેમજ ઓસ્ટિયોપોરોસિસ જેવી ખતરનાક બિમારીના ખતરાને દુર કરવા માટે તમારા હાડકાનો ખ્યાલ રાખવો જરૂરી છે. જે ભુલોથી હાડકા નબળા પડી રહ્યા છે, તે આદતોમાં આજે જ પરિવર્તન લાવો.
આ ભુલોથી નબળા પડે છે હાડકાં
તડકામાં ન બેસવુ
મજબૂત હાડકા માટે શરીરને તડકો મળવો ખૂબ જરૂરી છે. બિઝી શિડ્યુઅલના લીધે કેટલાક લોકો તડકામાં સમય વિતાવતા નથી. જેના લીધે તેમને પર્યાપ્ત વિટામીન ડી મળતુ નથી. આ સાથે ડાયેટમાં પણ વિટામીન વાળી વસ્તુઓ સામેલ કરો.
એક જ જગ્યાએ કલાકો સુધી બેસવુ
કોવિડ બાદ ઘણા લોકોને વર્ક ફ્રોમ હોમ પસંદ પડી ગયુ. આ કારણે લોકો કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહે છે. જે નબળા હાડકાનું કારણ બની શકે છે. હેલ્ધી હાડકા માટે ચાલવુ-ફરવુ અને એક્સર્સાઇઝ કરવી જરૂરી છે.
વધુ મીઠુ ખાવુ
જેટલુ વધારે મીઠું તમે ખાતા હોવ તેટલુ કેલ્શિયમ તમારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. તેનો અર્થ છે કે તમારા હાડકા માટે તે સારુ નથી. બ્રેડ, ચિપ્સ, ચીઝ, કોલ્ડ કટ્સ જેવી વસ્તુઓથી દુર રહો. એ વાતનું ધ્યાન રાખો કે એક દિવસમાં 2300 મિલિગ્રામથી ઓછુ મીઠુ ખાવાનો ગોલ રાખો.
સ્મોકિંગ
જ્યારે તમે રોજ સિગારેટ કે ધુમાડો શ્વાસમાં લો છો ત્યારે તમારુ શરીર નવા હેલ્ધી હાડકાના ઉત્તકોને સરળતાથી બનાવી શકતુ નથી. જેટલો વધુ સમય તમે ધુમ્રપાન કરો છો, તે એટલું જ ખરાબ થતુ જાય છે. જો તમે સ્મોકિંગ છોડી દેશો તો આ જોખમોને ઘટાડી શકશો.
અંડરવેઇટ હોવું
શરીરના ઓછા વજનના કારણે હાડકાને વધુ નુકશાન થવાની શક્યતાઓ રહે છે. જો તમે અંડર વેઇટ હોવ તો થોડી એક્સર્સાઇઝ કરો અને ડોક્ટરને પુછો તમારે ડાયેટમાં શેની વધુ જરૂર છે.
એનિમલ પ્રોટીન ખાવુ
જો તમે એનિમલ પ્રોટીન વધુ માત્રામાં ખાઇ રહ્યા હશો તો તમારા હાડકાને નુકશાન પહોંચશે. તેને વધુ ખાવાથી કેલ્શિયમની કમી થઇ શકે છે.
આ પણ વાંચોઃ હીટવેવની સાથે કમોસમી વરસાદની આગાહી, આ બાબતોનું ધ્યાન રાખવા હવામાન વિભાગની સલાહ