ડમીકાંડ મામલે ખંડણીના આરોપસર આપ નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી હમણાં થોડી જાગી હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સમગ્ર મામલે આજે ટ્વિટ કરી ભાજપ અને હમણાં આમ આદમી પાર્ટી છોડીને ગયેલા કોર્પોરેટરો પર શાબ્દિક હુમલો કર્યો હતો.
આ પણ વાંચો : ગુજરાત ATSને મળી શકે છે લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી, કોર્ટમાં કરી અરજી
આંદોલન દરમ્યાન ૨૦૧૭માં અમદાવાદની હોટલ તાજ ઉમેદમાં રાહુલ ગાંધીને મળ્યા પછી હાર્દિક પટેલ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળ્યો છે એવો ભાજપે હોબાળો કર્યો હતો.
હાર્દિક સમાજ વેચી રૂપિયા લાવ્યો એવા પ્રકારના વિરોધ પ્રદર્શન ખુદ ભાજપ દ્વારા કરવામાં આવ્યા હતા..
બસ આ તો જસ્ટ જાણકારી માટે. pic.twitter.com/1te8NPifkP
— Gopal Italia (@Gopal_Italia) April 24, 2023
ગોપાલ ઇટાલિયાએ પોતાના એક ટ્વિટમાં હાર્દિક પટેલનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘આંદોલન દરમિયાન 2017 માં અમદાવાદની એક હોટલમાંથી હાર્દિક પટેલ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળ્યો હતો એવો ભાજપે હોબાળો કર્યો હતો,હાર્દિકે સમાજ વેચી રૂપિયા લાવ્યો એવો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.’ આ ટ્વિટ કરી ગોપાલ ઇટાલિયા ક્યાંક યુવરાજસિંહ કેસમાં સામે આવેલા CCTV મામલે ઈશારો કરતાં હોય તેવું લાગી રહ્યું છે.
યુવરાજસિંહના સાળા પાસેથી પોલીસે ૩૮ લાખ કબજે કર્યા એવા ન્યુઝ આવે છે.
૩૮ લાખ જ મળ્યા?
પૈસા કબજે કરવા હોય તો પોલીસ સી.આર.પાટીલની ચાર આંખની શરમ રાખ્યા વગર AAPમાંથી ભાજપમાં ગયેલા ૧૨ કોર્પોરેટરની આજે તપાસ કરે તો વ્યક્તિ દીઠ ઓછામાં ઓછાં દોઢ કરોડ રોકડા લેખે અંદાજે ૨૦ કરોડ મળી શકે છે.
— Gopal Italia (@Gopal_Italia) April 24, 2023
જ્યારે બીજા ટ્વિટમાં ઇટાલિયાએ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયેલા આપના કોર્પોરેટરો પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘યુવરાજસિંહના સાળા પાસેથી પોલીસે 38 લાખ કબજે કર્યા એવા ન્યુઝ આવે છે. 38 લાખ જ મળ્યા? પૈસા કબજે કરવા હોય તો પોલીસ સી.આર.પાટીલની ચાર આંખની શરમ રાખ્યા વગર AAPમાંથી ભાજપમાં ગયેલા 12 કોર્પોરેટરની આજે તપાસ કરે તો વ્યક્તિ દીઠ ઓછામાં ઓછાં દોઢ કરોડ રોકડા લેખે અંદાજે 20 કરોડ મળી શકે છે.’ હમણાં થોડા સમય અગાઉ જ વિધાનસભા ચુંટણીમાં હર્ષ સંઘવી પર ટિપ્પણી કરવા મામલે સીબીઆઇ દ્વારા ઇટલીયાની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે હાર્દિકવાળી ટ્વિટમાં શું થાય છે તે જોવું રહ્યું.