ટોપ ન્યૂઝનેશનલ

પ્રયાગરાજમાં વધુ એક ચકચારી ઘટના ! ડેપ્યુટી સીએમઓની હોટલમાં લટકતી લાશ મળી 

Text To Speech
  • પ્રયાગરાજના ડેપ્યુટી CMO લાશ હોટલમાં લટકતી હાલતમાં મળી
  • અધિકારીઓએ હત્યાની આશંકા કરી વ્યક્ત
  • પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

અતિક-અશરફની હત્યા બાદ ફરી એકવાર પ્રયાગરાજથી મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રયાગરાજના ડેપ્યુટી CMO સુનિલ કુમાર સિંહની લાશ હોટલમાં લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવાી પામી છે. આજે સવારે હોટલના કર્મચારીઓએ સૌપ્રથમ લાશને ફાંસી પર લટકતી જોઈને ચોંકી ગયા હતા. અને આ મામલે પોલીસને જાણ કરી હતી. મૃતદેહની હાલત જોઈને આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

પ્રયાગરાજના ડેપ્યુટી CMO-humdekhengenews

પ્રયાગરાજના ડેપ્યુટી CMOનો મૃતદેહ મળ્યો

પ્રાપ્ત જાણકારી મુજબ યુપીના પ્રયાગરાજના સિવિલ લાઇન્સમાં સ્થિત હોટલ વિઠ્ઠલમાંથી ડેપ્યુટી સીએમઓ સુનીલ કુમાર સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. આજે સવારે હોટલના સ્ટાફે મૃતદેહને ફાંસી પર લટકતો જોયો અને જોતા જ સીએમઓને ફોન કરીને જાણ કરી હતી. ઈન્ચાર્જ સીએમઓ ડો.અશોક કુમાર સહિત અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સવારે 10:30 વાગ્યાની આસપાસ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અહીં ફોરેન્સિક ટીમ પણ રૂમમાંથી ઘટનાના પુરાવા એકત્ર કરી રહી છે.

 આ પણ વાંચો : ભારતમાં કોરોનાના કેસોમાં બે મહિના બાદ રાહત, જાણો સક્રિય કેસનો આંકડો

Back to top button