ગુજરાત

કેદારનાથ જતા વડોદરાના આટલા યાત્રાળુઓ હિમવર્ષામાં અટવાયા, સરકારે રજિસ્ટ્રેશન કર્યું બંધ

  • કેદારનાથ જતા વડોદરાના શ્રદ્ધાળુઓ માર્ગમાં અટવાયા
  • ભારે બરફ વર્ષાના કારણે શનિવારે ગૌરીકુંડ ખાતે અટવાયા
  • માર્ગ સાફ થતા યાત્રાળુઓ કેદારનાથ જવા રવાના

અખાત્રીજના દિવસથી ચારધામ યાત્રાની શરુઆત થઈ છે. ત્યારે આ યાત્રા કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે કેદારનાથ જતા યાત્રીકોને વિઘ્ન નડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કેદારનાથ ધામમાં થઇ રહેલા વરસાદ અને હિમવર્ષાને કારણે યાત્રાળુઓ અટવાયા છે. જેમાં વડોદરાના યાત્રાળુઓ પણ સામેલ છે.

વડોદરાના શ્રદ્ધાળુઓ માર્ગમાં અટવાયા

છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હવામાન અને હિમવર્ષાને કારણે કેદારનાથ જતા શ્રદ્ધાળુઓ માર્ગમાં અટવાયા હોવાની વિગતો મળી રહી છે. જેમાં ગુજરાતમાંથી વડોદરાના 60 યાત્રાળુ પણ સામેલ છે. હરિદ્વારથી કેદારનાથ જવા નિકળેલા વડોદરાનાઆ યાત્રાળુઓ ભારે બરફ વર્ષાના કારણે શનિવારે ગૌરીકુંડ ખાતે અટવાયા હતાં. જો કે સવારે ફરી માર્ગ સાફ થતા યાત્રાળુઓ કેદારનાથ જવા રવાના થયા છે. જેઓ આજે પહોંચી જશે તેવી સંભાવના છે.

કેદારનાથ-humdekhengenews

ખરાબ હવામાનને કારણે રજિસ્ટ્રેશન બંધ

આ અંગે ગઢવાલ ડિવિઝનના એડિશનલ કમિશનર (વહીવટ) અને ચારધામ યાત્રા પ્રશાસન સંગઠનના અધિક મુખ્ય કાર્યકારી અધિકારી નરેન્દ્ર સિંહ કવિરિયાલે જણાવ્યું કે ચારધામ યાત્રા પ્રશાસન સંસ્થાના અધિક મુખ્ય કાર્યકારી અધિકારી નરેન્દ્ર સિંહ કવિરિયાલે જણાવ્યું હતું કે ખરાબ હવામાન અને ભારે હિમવર્ષાને ધ્યાનમાં રાખીને ઋષિકેશ અને હરિદ્વારના કેદારનાથ ધામમાં યાત્રાળુઓની નોંધણી 30 એપ્રિલ સુધી રોકી દેવામાં આવી છે. તેમજ કેદારનાથ ધામ માટે નોંધણીને લઈને સરકાર આગામી દિવસોમાં હવામાનની સતત સમીક્ષા કરશે અને હવામાન મુજબ મુસાફરો અને યાત્રાના હિતમાં યોગ્ય નિર્ણય લેવામા આવશે.

27 એપ્રિલ સુધી હિમવર્ષા થવાની આગાહી

આવતીકાલે કેદારનાથ ધામના દરવાજા ખુલવાના છે. જેને લઈને વહીવટીતંત્ર તરફથી તૈયારીઓ તેજ થઈ ગઈ છે. જો કે હિમવર્ષાના કારણે માર્ગ અને મંદિર પરિસરમાં વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે 27 એપ્રિલ સુધી હિમવર્ષા થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના એલર્ટને ધ્યાનમાં રાખીને સરકારે કેદારનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન બંધ કરી દીધું છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં ચારધામ યાત્રા માટે ભારત અને વિદેશમાંથી 16 લાખથી વધુ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ પણ વાંચો : ન્યુઝીલેન્ડની ધરતી ફરી ધ્રૂજી, 7.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો

Back to top button