મધ્ય ગુજરાત

Ahmedabad : ધોળકાના સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સાફ કરવા ઉતરેલા 2 કામદારોના મોત

Text To Speech

અમદાવાદ જિલ્લાના ધોળકામાં ગટર સાફ કરતી વખતે બે કામદારોના મોતનો મામલો સામે આવ્યો છે. બંનેના મોતનું કારણ ગૂંગળામણ છે. શનિવારે સાંજે ગટર સાફ કરવા ઉતરેલા બે યુવકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. મૃતકોની ઓળખ ગોપાલ પધાર (24 વર્ષ) અને બીજલ પધાર (32 વર્ષ) તરીકે થઈ છે. હજુ હમણાં જ ભરૂચના દહેજની ઘટના બની હતી છતાં આ ઘટના બનતા કેટલાય પ્રશ્નો તંત્ર સામે થઈ રહ્યા છે. આટલી સુવિધાઓ હોવા છતાં શ માટે કામદારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : ગુજરાત ACB : ‘ભ્રષ્ટાચાર સામે અવાજ કરશે તેનો વિનાશ, લાંચ નહિ આપો ફરિયાદ’ !
ગટર સફાઈ - Humedekhengenewsમીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને મજૂરો ગટર સાફ કરવા માટે નીચે ઉતર્યા હતા પરંતુ ગટરમાં ઉતરતા જ તેઓ બેભાન  થઈ ગયા હતા. આ પછી કોઈ રીતે બંનેને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ધોળકા પોલીસે કોન્ટ્રાક્ટર આશિક ઠાકોર અને જગદીશ ઠાકોર સામે IPCની કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો છે. આ સાથે અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bharuch : ગટરની સફાઈ કરતી વખતે શ્વાસ રૂંધાવાથી 3ના મોત બાદ સરપંચની ધરપકડ

તાજેતરમાં જ ગુજરાત સરકારે વિધાનસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 11 મજૂરો ગટર સાફ કરતી વખતે ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા છે. એક એનજીઓએ ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી જેમાં ડ્રેનેજ લાઈનો અથવા સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે મૃત્યુ પામેલા લોકો માટે વળતરની માંગણી કરવામાં આવી હતી. એનજીઓએ કહ્યું કે 1993 થી 2014 ની વચ્ચે, ગટર સાફ કરતી વખતે કુલ 152 મજૂરો મૃત્યુ પામ્યા હતા અને તેમાંથી માત્ર 26ને જ સરકાર દ્વારા વળતર આપવામાં આવ્યું હતું. લોકોને ગટર સાફ કરવા અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરવા પર પ્રતિબંધ છે, પરંતુ તેમ છતાં તે અવિરત ચાલુ જ છે.

Back to top button