વર્લ્ડ

ન્યુઝીલેન્ડની ધરતી ફરી ધ્રૂજી, 7.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો

Text To Speech
  • ન્યુઝીલેન્ડમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
  • કર્માડેક ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા
  • ભૂકંપ બાદ સુનામીની આશંકાને પગલે એલર્ટ જારી

ન્યુઝીલેન્ડમાં આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.2 માપવામાં આવી છે. સવારે 6.11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ન્યુઝીલેન્ડના ઉત્તરપૂર્વમાં આવેલા કર્માડેક ટાપુઓમાં આ આંચકા અનુભવાયા હતા.

ન્યુઝીલેન્ડમાં ફરી ભૂકંપ આવ્યો

ન્યુઝીલેન્ડની ઘરા આજે જોરદાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી. આજે વહેલી સવારે ન્યુઝીલેન્ડમાં ભૂકંપ આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 6.11 વાગ્યે આવ્યો હતો. ન્યુઝીલેન્ડના કર્માડેક ટાપુ પર આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. કર્માડેક ટાપુઓ ન્યુઝીલેન્ડના દરિયાકાંઠે લગભગ 800 કિમી ઉત્તરપૂર્વમાં છે. આ પછી, સુનામી આવવાની સંભાવના છે. ભૂકંપનું મુખ્ય કેન્દ્ર કર્માડેક ટાપુઓ નજીક 10 કિલોમીટરની નીચે હતું. જો કે આ ભૂકંપમાં હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.

અમરેલીમાં ભૂકંપ-humdekhengenews

ભૂકંપ બાદ સુનામીની આશંકા

ભૂકંપ બાદ સુનામીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને સમગ્ર ન્યૂઝીલેન્ડમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુનામીની સંભાવનાને ધ્યાનમાં રાખીને બીચની નજીકના તમામ રહેવાસીઓને તાત્કાલિક સ્થળ છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, ભૂકંપના આંચકા નોંધાયાના લગભગ એક કલાક બાદ દેશમાં સુનામીનો કોઈ ખતરો ન હોવાની માહિતી મળી હતી.

 આ પણ વાંચો : હીટવેવની સાથે કમોસમી વરસાદની આગાહી, આ બાબતોનું ધ્યાન રાખવા હવામાન વિભાગની સલાહ

Back to top button