કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ભાવનગર ડમીકાંડ – તોડ પ્રકરણમાં વધુ બેની ધરપકડ કરાઈ, 6 દિવસના રિમાન્ડ મંજૂર

Text To Speech
  • શાળાનો શિક્ષક બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાઘવાની ધરપકડ
  • શિક્ષક બિપીનને હવે સસ્પેન્ડ કરાશે
  • ડમી પરીક્ષાર્થી કેસમાં જુદી જુદી બે ફરિયાદમાં કાર્યવાહી જારી
  • પરીક્ષાર્થી કૌભાંડમાં રિમાન્ડ પૂરા થતાં છ આરોપી જેલ હવાલે

ભાવનગરમાં ડમી પરીક્ષાર્થી કૌભાંડમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના પગલે છ આરોપીના રિમાન્ડ પુરા થતા તેમને જેલ હવાલે કરાયા છે. જ્યારે યુવરાજસિંહના તોડ પ્રકરણમાં વધુ બે શખસોની ઘરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાતા છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા

મળતી માહિતી મુજબ, ભાવનગરના નીલમબાગ પોલીસમાં તોડ મામલે યુવરાજસિંહ જાડેજા સહિત છ શખસોની સામે તાજેતરમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે શિક્ષક બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાઘવાની મધરાત્રે ધરપકડ કરી હતી અને કોર્ટમાં બંનેને રજૂ કર્યા હતા.જ્યાં કોર્ટે બંનેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બંનેની પૂછપરછમાં નવા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

હાલમાં 10 શખસો જેલ હવાલે

બીજી તરફ ભરતનગર પોલીસમાં નોંધાયેલી ડમી પરીક્ષાર્થી કૌભાંડમાં છ આરોપીઓને પકડીને રિમાન્ડ લેવાયા હતા, જેમાં આરોપીઓ વિપુલકુમાર અગ્રાવત, ભાર્ગવ બારૈયા, પાર્થ જાની, અશ્વિન સોલંકી, રમેશ બારૈયા અને રાહુલ લીંબડીયા રિમાન્ડ ઉપર હતા. આ તમામના રિમાન્ડ પુરા થતા તેમને જેલમાં મોકલી દેવાયા હતા. અગાઉ ચાર આરોપીઓ બાદ વધુ 6 આરોપીઓ જેલ હવાલે કરાતા ડમી કૌભાંડમાં કુલ 10 આરોપીઓ જેલમાં બંધ છે.

બિપીન શાળા નંબર 38નો શિક્ષક

પોલીસે ઘરપકડ કરીને રિમાન્ડ ઉપર લીધેલા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા નં. 38 પાનવાડીમાં નોકરી કરતો શિક્ષક બિપીન ત્રિવેદીને સરકારના નિયમો મુજબ ગણતરીના દિવસોમાં સસ્પેન્ડ કરાશે. આ અંગે શાસનાધિકારી એમ.બી. બડમાલિયાએ કહ્યું હતું કે, આ મામલે પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરીશ કે શિક્ષક સામે પગલાં લીધા હોય તેની જાણ કરે, જે પત્ર પોલીસ તરફથી મળશે તેના આધારે શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button