- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 7 રને હરાવ્યું
- બેંગ્લોરે આ સાથે 16મી સિઝનમાં ચોથી જીત નોંધાવી
- રાજસ્થાનની ટીમને 190 રનનો ટાર્ગેટ મળ્યો હતો
IPLની 16મી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) ને 7 રનથી હરાવીને આ સિઝનમાં તેમની ચોથી જીત નોંધાવી હતી. આ મેચમાં રાજસ્થાનની ટીમને 190 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ RCB તરફથી મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલે શાનદાર બોલિંગ બતાવીને આ ટાર્ગેટ હાંસલ કરવા દીધો નહોતો. આ મેચમાં હર્ષલ પટેલે 3 વિકેટ ઝડપી હતી. રાજસ્થાનની ટીમને આ મેચની છેલ્લી ઓવરમાં જીતવા માટે 20 રન બનાવવાના હતા, પરંતુ તે માત્ર 12 રન જ બનાવી શકી હતી. 190 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમની શરૂઆત જરા પણ સારી રહી ન હતી અને ટીમે ઈનિંગના ચોથા બોલ પર જોસ બટલરના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. મોહમ્મદ સિરાજે તેના શાનદાર ઇનસ્વિંગ બોલ પર શૂન્યના અંગત સ્કોર પર બટલરને પેવેલિયન મોકલવાનું કામ કર્યું હતું. આ પછી યશસ્વી જયસ્વાલને દેવદત્ત પડિકલનો સાથ મળ્યો, ત્યારબાદ બંનેએ મળીને પ્રથમ 6 ઓવરમાં ટીમનો સ્કોર 47 રન સુધી પહોંચાડ્યો.
???? to ???? victories for @RCBTweets ????
Impact Player @HarshalPatel23 gets the job done for his side as #RCB complete a 7-run win over #RR ????????
Scorecard ▶️ https://t.co/lHmH28JwFm#TATAIPL | #RCBvRR pic.twitter.com/tBfj4otND4
— IndianPremierLeague (@IPL) April 23, 2023
પડીક્કલ અને જયસ્વાલની ભાગીદારીએ મેચને રોમાંચક બનાવી
શરૂઆતની 6 ઓવરમાં ટીમના દાવને સંભાળ્યા બાદ દેવદત્ત પડિકલ અને યશસ્વી જયસ્વાલે રન બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં બંને ખેલાડીઓ 10 ઓવરના અંતે 92 રનના સ્કોર સુધી પહોંચ્યા હતા. દેવદત્તે આ મેચમાં 30 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. રાજસ્થાનની ટીમને આ મેચમાં બીજો ઝટકો 99ના સ્કોર પર પડીકલના રૂપમાં લાગ્યો હતો, જે 52 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલે બીજી વિકેટ માટે 66 બોલમાં 98 રનની ભાગીદારી નોંધાવી હતી.
A timely wicket that!
Shahbaz Ahmed takes a sharp catch to dismiss the #RR skipper ????????????????
Equation 45 off 18 now.
Follow the match ▶️ https://t.co/j56FWB88GA #TATAIPL | #KKRvCSK pic.twitter.com/HlP7cCHqQE
— IndianPremierLeague (@IPL) April 23, 2023
દેવદત્ત પદ્દીકલની વિકેટ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ મેચમાં વાપસી કરતા ઝડપથી વિકેટ લેવાનું શરૂ કર્યું, જેના કારણે રાજસ્થાનના રન રેટ પર તેની અસર જોવા મળી. રાજસ્થાનની ટીમને 108ના સ્કોર પર ત્રીજો ફટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો, જે 37 બોલમાં 47 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યા હતા. કેપ્ટન સંજુ સેમસને પણ 22 રનની ઇનિંગ રમ્યા બાદ નિર્ણાયક સમયે પોતાની વિકેટ ગુમાવી હતી. ધ્રુવ જુરેલે આ મેચમાં 16 બોલમાં 34 રનની અણનમ ઈનિંગ રમીને રાજસ્થાનને જીતાડવાનો ચોક્કસ પ્રયાસ કર્યો હતો પરંતુ તે તેમાં સફળ થઈ શક્યો નહોતો. રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન જ બનાવી શકી હતી અને તેને 7 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આરસીબી માટે આ મેચમાં હર્ષલ પટેલે 3 જ્યારે ડેવિડ વિલી અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ ઝડપી હતી.