કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, ખનીજ માફિયાઓને ફટકાર્યો અધઘ..કરોડનો દંડ

Text To Speech
  • વઢવાણના મોટા મઢાદ ગામે ખનીજ ચોરીની ઘટના
  • ખાણ ખનીજ વિભાગે 4 ખનીજ માફિયાઓને દંડ ફટકાર્યો
  • બ્લાસ્ટ કરીને ચોરી કરતા ઘરમાં પડી તિરાડો

સુરેન્દ્રનગરમાં વઢવાણના મોટા મઢાદ ગામે ખનીજ ચોરીના મામલે ખાણ ખનીજ વિભાગે ચાર ખનીજ માફિયાઓને દંડ ફટકાર્યો હતો. ખાણ ખનીજ વિભાગે ખનીજ માફિયાઓને 1 અબજ 21 કરોડ 68 લાખનો દંડ ફટકાર્યો હતો.

ખનીજ માફિયાઓને તોતિંગ દંડ

રાજ્યમાં ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યાં છે. ત્યારે હવે આ ખનીજ માફિયા પર લગામ લગાવવા ખનીજ વિભાગ એકશનમાં આવ્યું છે. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ પર 121 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. માઢાદ ગામમાં ખાણ વિભાગ અને પ્રદુષણ વિભાગ દ્વારા ચાર ખનીજ માફિયાઓને આ માતબર રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ખનીજ માફિયા-humdekhengenews

ખનીજ ચોરી માટે બ્લાસ્ટિંગ

સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે ખનીજ ચોરી અટકાવવાનો પ્રયાસ સતત હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી અટકાવવા માટે સુરેન્દ્રનગર ખાણ અને ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવમા આવી રહી છે. મઢાદ ગામમાં સતત ખનીજ ચોરી માટે બ્લાસ્ટિંગ કરવામા આવતું હોવાની ઘટનાઓ સામે આવી હતી. આ મામલે ગ્રામ જનોએ ખનીજ વિભાગ અને પ્રદુષણ વિભાગને ફરિયાદ કરી હતી કે ગામમાં ગેરકાયદેસર ખનીજ માટે જિલેટિન ફોડતા ગામના મકાનો ધરાશાઈ થઈ રહ્યા છે. અને ગામમા મકાનોમાં તિરાડો પડી છે.

ચાર આરોપીઓને 121 કરોડનો દંડ

આ મામલે ખનીજ વિભાગ અને પ્રદુષણ વિભાગને ફરિયાદ મળી હતી. જે બાદ મઢાદ ગામે 30 લાખ મેટ્રિકટ ટન ખનીજ ચોરી મામલે ખનીજ વિભાગ અને પ્રદુષણ વિભાગે આ કાર્યવાહી કરી હતી. આ ખનીજ ચોરીમાં સામેલ ચાર આરોપીઓને 121 કરોડનો દંડ ફટકાર્યો છે. અત્યાર સુધીના ઈતિહાસમાં આવું કદાચ પહેલી વખત છે કે ખનજી ચોરોને વિભાગે 1.21 અબજની માતબર રકમનો દંડ ફટકારાયો હોય. આ કેસમાં રણજીત મસાણી, રાજેશ આલ, જયદેવ રબારી અને અજીત પગી નામના ખનીજ માફિયાઓને દંડ કરવામા આવ્યો છે.

 આ પણ વાંચો : “ડમીકાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો વ્યક્તિ જ આજે પાંજરામાં” : CR પાટીલ

Back to top button