અરેરાટી! વડોદરામાં બે માસની બાળકીનું કોરોનાથી મોત, લોકોમાં ફફડાટ
- વડોદરામાં કોરોનાએ બે માસની બાળકીનો ભોગ લીધો
- SSG હોસ્પિટલમાં બાળકીની ચાલી રહી હતી સારવાર
- સારવાર દરમિયાન બાળકીએ તોડ્યો દમ, પરિવાર શોકમગ્ન
રાજ્યમાં કોરોના ફરી એક વાર કહેર વરસાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વડોદરામાં કોરોનાથી બે માસની માસૂમ બાળકીનું થયું મોત થયું છે. આ બાળકી સેફ્ટીસેમિયા પ્રીમેચ્યોર નિમોનિયાના રોગથી પીડાતી હતી જેથી તેને વડોદરાના SSG હોસ્પિટલમાં સારવાર આપવામા આવી રહી હતી.
કોરોનાથી બાળકીનું મોત
મળતી માહીતી મુજબ વડોદરાના છાણી રોડ વિસ્તારમાં કોરોનાથી શહેરમાં પ્રથમ બાળકનું મોત થવાની ઘટના સામે આવી છે. માત્ર બે માસની બાળકીનું કોરોનાથી મોત થતા ચરચાક મચી જવા પામી છે. આ બાળકી સેફ્ટીસેમિયા પ્રીમેચ્યોર નિમોનિયાના રોગથી પીડાતી હોવાથી તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામા આવી હતી. ગત 17 એપ્રિલે આ બાળકી કોરોના પોઝિટિવ આવી હતી તેની હાલત નાજુક હોવાથી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું આ દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
8 દિવસમાં 3 દર્દીઓના કોરોનાથી મોત
ઉલ્લેખનીય છે કે વડોદરામા છેલ્લા 8 દિવસમાં 3 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. કોરોનાને કારણે બાળકીનું મોત થતા તંત્ર સતર્ક બન્યું છે. વડોદરામાં હાલમાં કુલ 197 એક્ટિવ કેસ છે. જેમાં 14 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આ પણ વાંચો : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે આ વિસ્તારોમાં વરસાદની આગાહી