ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

જામનગરમાં કોંગ્રેસે કોને અને શા માટે આપ્યો ‘બેદરકારીનો એવોર્ડ’ ?

Text To Speech
મહાપાલિકાના અધિકારીઓ સામે વિપક્ષે હલ્લાબોલ કર્યો
રાજ્યના અનેક શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. તેઓ અનેક રાહદારીઓ અને વાહનચાલકોને હડફેટે લઈ રહ્યા છે. કોઈક તો તેમાં જીવ પણ ગુમાવી રહ્યા છે. ત્યારે જામનગરમાં રખડતા ઢોરના આતંકને નાથવામાં નિષ્ફળ રહેલા મહાપાલિકાના અધિકારીઓ સામે વિપક્ષે હલ્લાબોલ કર્યો હતો. આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર કચેરી બહાર વિપક્ષે સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ જામનગર મહાનગર પાલિકાને મનુષ્યવધ બદલ બેદરકારનો એવોર્ડ એનાયત કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
વિપક્ષ ડબલ ઢોલકી, તંત્રને કામગીરી કરવા દેવામાં જે વિરોધ કરી રહ્યા છે તેઓ જ રોડા નાંખે છે : એ.કે.વસ્તાણી
વિપક્ષના વિરોધ અને દેખાવો અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર એ.કે.વસ્તાણીએ જણાવ્યું હતુ કે, વિપક્ષી સભ્યો ડબલ ઢોલકી વગાડી રહ્યા છે. જામ્યુકોનું તંત્ર ઢોર સામે કડક કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં તેમના કેટલાક સભ્યો તેમાં રોળા નાખવાનો પ્રયાસ કરે છે. એટલું જ નહી ઢોર માલિકો સાથેની સાંઠ-ગાંઠને કારણે જામ્યુકોની નક્કર અને કડક કાર્યવાહીમા કયાંક અવરોધ ઉતપન્ન કરે છે. તો કોઇ જગ્યાએ ભલામણો કરે છે. શહેરના તમામ લોકો, તમામ રાજકીય પક્ષો, તમામ કોર્પોરેટરો સાથ અને સહકાર આપે તો જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.
ગઈકાલે જ સત્તાપક્ષના નગરસેવક અને ડીએમસી આવી ગયા હતા સામસામે
શહેરમાં ઢોરના આંતકને લઈ આજે વિપક્ષ દ્વારા ડેપ્યુટી મ્યુ.કમિશ્નરનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે પણ ડીએમસી વસ્તાણીએ આ અંગે સાંભળવું પડ્યું હતું. સત્તાપક્ષના કોર્પોરેટર નિલેશ કગથરા દ્વારા ડે. કમી.નો ખોટા ઠેરવવામાં આવ્યા હતા અને તેઓ ઉપર પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો.
Back to top button