મધ્ય માલીમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 9ના મોત, 60થી વધુ ઘાયલ
- મધ્ય માલીમાં આત્મઘાતી વિસ્ફોટ
- ઘટનામાં 9ના મોત, 60 ઘાયલ
- વિસ્ફોટના કારણે ભયનો માહોલ
શનિવારે મધ્ય માલીમાં આત્મઘાતી હુમલો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આત્મઘાતી બોમ્બ હુમલામાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે આ ભયાનક વિસ્ફોટમાં 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.
#Mopti #Mali????????- At least nine people killed and over 60 others injured from triple bombing attack involving 3 vehicles strapped with explosives detonated in #Sévaré, regional officials have said (????@lavoixdemopti) pic.twitter.com/nV055XIYt2
— CyclistAnons???? (@CyclistAnons) April 22, 2023
એક અહેવાલ મુજબ, આ બોમ્બ વિસ્ફોટના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસે ઘટના અંગે જણાવ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃત્યુઆંક વધી શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ પામ્યા છે અને અન્યની હાલત ગંભીર છે.
આ પણ વાંચો : Eid 2023: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી