ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પાલનપુર નગરપાલિકામાં ભંગાર મામલે કારોબારી ચેરમેનનું રાજીનામું

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુર નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ભંગાર કોભાંડ મામલે વિવાદ સર્જાયો છે. જેના પગલે વિપક્ષના નેતા અંકિતા ઠાકોર દ્વારા ધરણા પણ યોજવામાં આવ્યા હતા અને પ્રાદેશિક કમિશનરની કચેરી ખાતે ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેના પગલે બે દિવસ અગાઉ પ્રાદેશિક કમિશનર કચેરીના કમિશનર દ્વારા પાલનપુર નગરપાલિકા ખાતે આવી અને નગરપાલિકાના રેકોર્ડ ને જપ્ત કરવામાં આવ્યું હતું અને તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે સમગ્ર મામલામાં નગરપાલિકાના કારોબારીના ચેરમેન દીપક પટેલે રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયુ છે.

રૂ.19 લાખના ભંગાર મામલે તપાસ શરૂ થતાંની સાથેજ કારોબારી ચેરમેને રાજીનામુ ધરી દીધાની ચર્ચા

પાલનપુર નગરપાલિકાના ભંગારના કૌભાંડ મામલે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેના પગલે નગરપાલિકામાં હલચલ મચી જવા પામી હતી. વિરોધ પક્ષ દ્વારા પણ આ મામલે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે નગરપાલિકામાં ભંગાર કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં નગરપાલિકાના કારોબારીના ચેરમેન દીપક પટેલે રાજીનામું આપી દેતા હાલમાં પાલનપુર શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. નગરપાલિકાના આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ પાલનપુર નગરપાલિકાના કારોબારીના ચેરમેન દીપક પટેલે પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે રાજીનામું આપ્યું છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં મંત્રી બચુભાઇ ખાબડે માતાજીના દર્શન, પૂજા અર્ચના કરી મંદિર પરિસરમાં સફાઇ કરી

Back to top button