‘કોઈની પાસે સમય નથી’: સુસાઈડ નોટમાં આત્મહત્યા કરનાર IIT મદ્રાસના વિદ્યાર્થીએ કહી ચોકાવનારી વાત
- IIT મદ્રાસના 20 વર્ષીય વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
- મૃતક વિદ્યાર્થી મહારાષ્ટ્રનો વતની હતો
- વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં ચોકાવનારી વિગતો લખી
- આ વર્ષે IIT-મદ્રાસમાં આ 4થો આપઘાતનો કેસ
કેમ વિદ્યાર્થીએ કર્યો આપઘાત ?
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસ (IIT મદ્રાસ) ના 20 વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી કારણ કે તેના માટે કોઈની પાસે સમય ન હતો, દરેક વ્યસ્ત હતા. તપાસ અધિકારીએ જણાવ્યું કે મૃતક વિદ્યાર્થી ઘણીવાર તેના મિત્રોને આ વાત કહેતો હતો. મૃતક મહારાષ્ટ્રથી ભણવા ગયો હતો અને કેમિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. પોલીસે જણાવ્યું કે તેના રૂમમાંથી મળી આવેલી સુસાઈડ નોટમાં આપઘાત કરનાર વિદ્યાર્થીએ તેની સાથે સારો વ્યવહાર કરવા બદલ તેના મિત્રોનો આભાર માન્યો હતો.
IIT મદ્રાસ સંસ્થાએ શું કહ્યુ ?
અધિકારીએ વધુમાં કહ્યું કે “શૈક્ષણિક રીતે તેજસ્વી” વિદ્યાર્થી તેના તણાવને દૂર કરવા માટે લોકો સાથે સામાજિક વ્યવહાર કરવામાં અસમર્થ હતો. એ લોકો સાથે ખાસ હળીમળી શકતો નહોતો. આપને જણાવી દઈએ, કે જો પોલીસ ઘટનાની તપાસ પછી વિદ્યાર્થીની આત્મહત્યાની પુષ્ટિ કરે છે, તો આ વર્ષે IIT-મદ્રાસમાં આ ચોથો આપઘાતનો કેસ બનશે. વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા IIT મદ્રાસ સંસ્થાએ શનિવારે કહ્યું હતું કે તેના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ સાથે, સંસ્થાએ વિદ્યાર્થીઓને તણાવ દૂર કરવામાં મદદ કરવા માટે તેના “સક્રિય પગલાં”નો ઉપયોગ કર્યો હતો.
IIT મદ્રાસના ડિરેક્ટરે મહત્વપુર્ણ બાબત કહી
વિદ્યાર્થીઓમાં હકારાત્મક માનસિકતા કેળવવા માટે “કુશળ ફેકલ્ટી પ્રોગ્રામ” ઉપરાંત વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહેવામાં મદદ કરવા માટે સંસ્થાની “ખુશ રહો વેબસાઈટ” નામે એક સાઈટ ચાલે છે. તાજેતરમાં એક પીએચડી સ્ટુડન્ટે તેના કેમ્પસ પરિસર બહાર તેના એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી લીધી હતી. ઘણા લોકો IITમાં સીટ મેળવવા માટે અઘરી પ્રવેશ પરીક્ષામાં પ્રવેશ કરવા માટે વિદ્યાર્થીઓની અત્યંત તણાવપૂર્ણ તૈયારીને દોષ આપે છે. જ્યારે કોચિંગ સેન્ટરો સખત પ્રેક્ટિસ આપે છે. એક ઇન્ટરવ્યુમાં, IIT મદ્રાસના ડિરેક્ટર પ્રોફેસર કામકોટીએ અગાઉ કહ્યું હતું કે સંસ્થા આ મુદ્દા પર કામ કરી રહી છે.
આ પણ વાંચો: બંગાળમાં બળાત્કાર બાદ સગીરાની હત્યા, લાશને ઘસડીને લઈ ગઈ પોલીસ, ભાજપે કહ્યું- પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ