Mango Lovers આ રીતે ઓળખો કેરી મીઠી હશે કે નહીં
- ખાટી કેરી હોય તો મેંગો લવર્સનો મુડ મરી જાય છે.
- મીઠી કેરી ખરીદવી એક કળા છે.
- કાચી કેરીમાં કોઇ પ્રકારની ખુશ્બુ હોતી નથી.
કેરીની સીઝન શરૂ થઇ ચુકી છે. આ સીઝનમાં સૌથી વધુ પસંદ કરાતુ ફળ કેરી છે. મેંગો લવર્સ આ સીઝનમાં રોજ કેરી ખાવાનું પસંદ કરે છે. શરૂઆતના દિવસોમાં આવતી કેરી થોડી ખાટી હોય છે. ઘણી વખત આપણે સારી દેખાતી કેરી લઇ તો લઇએ છીએ, પરંતુ ખાઇએ તો મજા આવતી નથી અને આપણો મુડ મરી જાય છે. ક્યારેક કાચી કેરી એમ વિચારીને લાવીએ કે પાકી જશે, પરંતુ તે પાકતી નથી. આવા સંજોગોમાં તમારે કેરીને ઓળખવી જરૂરી છે.
કેવી રીતે ખરીદશો મીઠી અને જ્યુસી કેરી
મીઠી કેરી ખરીદવાની સૌથી સારી રીત છે તેને અડીને જુઓ. પાકેલી કેરી ખૂબ મુલાયમ હોય છે. હંમેશા તેને અડીને ચેક કરો. આમ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે કેરી વધારે પાકેલી ન હોય.
ખુશ્બુથી ઓળખો
પાકેલી કેરીની ખુશ્બુ કંઇક અલગ જ હોય છે. કેરીનો આગળનો ભાગ સુંઘીને જોવો, તેમાં એક અલગ ખુશ્બુ હશે. કાચી કેરીમાં કોઇ ખુશ્બુ હોતી નથી.
રંગથી ઓળખો
ઘેરા પીળા રંગની કેરી હંમેશા મીઠી હોતી નથી. કેરી પર લાગેલો લાલ રંગ મીઠી-પાકેલી કેરીની ઓળખ છે. જો કેરી પર લીલો રંગ હોય તો તે કાચી કહેવાય છે.
ડાઘની તપાસ કરો
બોક્સ કે પેટીમાં રાખેલી કેરી પર હંમેશા ડાઘ હોય છે અથવા તો તે દબાઇ જાય છે. આવી કેરી ખરીદવાથી બચવું જોઇએ. કેમકે તે ખરાબ નીકળવાનો ચાન્સ વધુ રહે છે.
આ પણ વાંચોઃ ઘુંટણમાં સહેજ પણ દુખાવો થવા લાગે તો તાત્કાલિક બદલો ડાયેટ