ઈદ પર સલમાન ખાનનો જાદુ ન ચાલ્યો, 12 વર્ષ બાદ નોંધાયો શરમજનક રેકોર્ડ
- સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સિનેમાઘરોમાં રિલીઝ
- સલમાન ખાનની ફિલ્મનો જાદૂ ઈદના દિવસે જ ન ચાલ્યો
- સલમાનની કારકિર્દીની સૌથી ઓછી કમાણી કરનારી ફિલ્મ બની
બોલિવૂડના મેગા સુપરસ્ટાર સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ઈદના અવસર પર સલમાન ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મ લઈને આવ્યો છે. ઈદ પર ઘણીવાર શાનદાર ઓપનિંગ મેળવનાર સલમાન ખાન આ વખતે સફળ સાબિત થયો નથી. કારણ કે સલમાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ નથી મળી. આલમ એ છે કે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 12 વર્ષના ઈતિહાસમાં ઈદ પર શરૂઆતના દિવસે સલમાનની કારકિર્દીની સૌથી ઓછી કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
View this post on Instagram
બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ કરશે તેવી અપેક્ષા હતી
લાંબા સમયથી ચાહકો સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 21 એપ્રિલ, શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ઈદના અવસર પર રિલીઝ થયેલી ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરશે તેવી અપેક્ષા હતી. પરંતુ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર, સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ શરૂઆતના દિવસે 15.81 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે. ફિલ્મ ‘દબંગ’ સિવાય સલમાન ખાનની છેલ્લા 12 વર્ષની કારકિર્દી દરમિયાન ઈદ પર સૌથી ઓછી કમાણી ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ રહી છે.
View this post on Instagram
સલમાન ખાનની આ ફિલ્મોએ ઈદ પર શાનદાર કામ કર્યું હતું
ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, વર્ષ 2011માં રિલીઝ થયેલી ભાઈજાનની ફિલ્મ ‘બોડીગાર્ડ’એ શરૂઆતના દિવસે 21.60 કરોડ, એક થા ટાઈગર – 32.93, કિક – 26.40, બજરંગી ભાઈજાન-27.25, સુલતાન – 27.25 કરોડની કમાણી કરી હતી. , ટ્યુબલાઇટ-21.15, રેસ 3- 29.17 અને ભારત-42.30 કરોડ’ એકત્ર કરવામાં આવ્યા છે.