ગોધરા : ઈદનો તહેવાર માતમમાં ફેરવાયો, નમાજ અદા કરાવી રહેલા મોલાનાનું હાર્ટ એટેકથી મોત
- નમાજ અદા કરાવી રહેલા મોલાનાને હાર્ટ એટેક આવતા મોત
- ગોધરામાં આવેલ ઇદગાહ મસ્જિદમાં બની ઘટના
- મુસ્લિમ બિરાદરોની ઇદની આનંદની લાગણી શોકમાં ફેરવાઈ
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.ક્યારેક રમતા-રમતા તો ક્યારેક કસરત કરતા તો વળી ક્યારે બેઠા બેઠા પણ લોકો હાર્ટ એટેકનો ભોગ બી રહ્યા છે. ત્યારે આજે ગોધરામાં ઈદ નિમિત્તે નમાજ અદા કરાવી રહેલા મોલાનાનું હાર્ટ એટેકથી મોત થયું છે.
નમાજ અદા કરાવી રહેલા મોલાનાને આવ્યો હાર્ટ એટેક
હાલ મુસ્લિમ ધર્મનો પવિત્ર રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે. અને આજે ઈદનો તહેવાર હોવાથી સમગ્ર દેશમાં ઈદની ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે આ દરમિયાન પંચમહાલના ગોધરામાં ઇદગાહ મસ્જિદમાં નમાજ઼ અદા કરાવી રહેલા મોલાનાને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમનું મોત નિપજ્યું છે. ઈદના આ પવિત્ર દિવસે જ નમાજ અદા કરાવી રહેલા મોલાનાના મોતથી અહી આનંદનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો.
મુસ્લિમ બિરાદરોમાં શોકની લાગણી
જાણકારી મુજબગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલા ઇદગાહ મસ્જિદમાં ઈદની વિશેષ નમાજ઼ ગોધરાના અબ્રારાર મસ્જિદના ઈમામ મોલાના મુફ્તી ઈદ્રીસ હાજીયા દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થયેલા મુસ્લિમ બિરાદરોને નમાજ અદા કરાવવામા આવી રહી હતી. આ દરમિયાન મોલાના મુફ્તી ઈદ્રીસ હાજીયાને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. અને તેમનું ઇદગાની અંદર જ મોત થયું હતું. જેથી હજારોની સંખ્યામાં નમાજ઼અદા કરવા માટે આવેલા મુસ્લિમ બિરાદરોની ઇદની ખુશી શોકમાં ફેરવાઈ હતી.
આ પણ વાંચો : ઉનાળું વેકેશનમાં મુસાફરોને જલસા ! રાજ્યમાં આટલી વધારાની બસો દોડાવવામા આવશે