ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: નવી પેન્શન સ્કીમનો રેલવે કર્મચારીઓ દ્વારા વિરોધ

Text To Speech

જૂની પેન્શન યોજના ચાલુ રાખવા માંગ કરાઈ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર રેલવે સ્ટેશન ખાતે શનિવારે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા નવી પેન્શન યોજના નો મક્કમતાથી વિરોધ કરવામાં આવ્યો હતો અને આ કર્મચારીઓએ જુની પેન્શન યોજના ચાલુ રાખવા માટે માગણી કરી હતી.

રેલવે કર્મચારીઓ-humdekhengenews

વેસ્ટર્ન રેલવેના કર્મચારીઓ દ્વારા સુત્રોચાર પોકારવામાં આવ્યા

રેલવે સ્ટેશન ખાતે પાલનપુર શાખાના મંત્રી અને મંડળના સંગઠન મંત્રી કોમરેડ બી. પી. ગઢવીની આગેવાની હેઠળ રેલવે કર્મચારીઓના હિતમાં જૂની પેન્શન યોજના ચાલુ રાખવાની માંગ સાથે નવી પેન્શન યોજનાનો ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. બપોરે 12:00 વાગે દોલતપુર ચોક ટ્રેનના સમયે આ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચાર પોકારવામાં આવ્યા હતા. જેમાં નવી પેન્શન સ્કીમ રદ કરો, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન જિંદાબાદ, અમારી એકતા જિંદાબાદ જેવા સૂત્રોચાર પોકારવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :બનાસકાંઠા: રસાણા નર્સિંગ કોલેજમાં પાણી સહિતની સુવિધાઓને લઈ હંગામો, છાત્રોનું વિરોધ પ્રદર્શન

Back to top button