વૈશાખની વિનાયક ચતુર્થી પર ભદ્રાનો સાયોઃ જોકે ગણેશપૂજા પર અસર નહીં
- વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થીનું વ્રત 23 એપ્રિલ, 2023 રવિવારના રોજ કરવામાં આવશે.
- વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીનો પ્રારંભ 23 એપ્રિલે સવારે 7.47 વાગ્યે થશે.
- ભદ્રાનો નિવાસ સ્વર્ગ લોકમાં રહેશે. સ્વર્ગ લોકમાં ભદ્રાનું વિચરણ અશુભ પ્રભાવ આપતું નથી.
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે. તેને વરદ ચતુર્થી પણ કહેવાય છે. ભવિષ્ય પુરાણમાં કહેવાયુ છે કે વિનાયક ચતુર્થીનું વ્રત કરવાથી દરેક કષ્ટ દુર થઇ જાય છે. ધર્મ, અર્થ, મોક્ષ, વિદ્યા, ધન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ગણપતિના સિદ્ધિ વિનાયક રૂપની પૂજા કરવાથી નોકરી અને વેપારમાં આવી રહેલી સમસ્યાઓનું નિવારણ થાય છે. સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ અને સંતાનની ખુશહાલી માટે સ્ત્રીઓ આ દિવસે સુર્યોદયથી સુર્યાસ્ત સુધી વ્રત કરે છે. ચતુર્થી તિથિની પૂજા બપોરના સમયે કરવી જોઇએ.
વૈશાખ વિનાયક ચતુર્થી 2023નું મુહુર્ત
વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થીનું વ્રત 23 એપ્રિલ, 2023 રવિવારના રોજ કરવામાં આવશે. ચતુર્થી તિથિ ગણપતિની જન્મ તિથિ છે. જે લોકો આ દિવસે સાચા મનથી ગૌરી પુત્ર ગણેશનું પુજન કરે છે, તેમની બૌદ્ધિક ક્ષમતા તેજ થાય છે અને કાર્યમાં આવેલા વિધ્ન દુર થાય છે.
પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીનો પ્રારંભ 23 એપ્રિલે સવારે 7.47 વાગ્યે થશે. ચતુર્થીની સમાપ્તિ 24 એપ્રિલે 8.24 વાગે થશે.
વિનાયક ચતુર્થી પર ભદ્રાનો સાયો
વિનાયક ચતુર્થીના દિવસે ભદ્રા પણ લાગી રહયુ છે. ભદ્રાનો આરંભ 23 એપ્રિલે રાતે 8.01 વાગ્યે થશે અને તેનો અંત 24 એપ્રિલ સવારે 8.24 વાગ્યે થશે. આ દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં ગોચર કરશે. આવા સંજોગોમાં ભદ્રાનો નિવાસ સ્વર્ગ લોકમાં રહેશે. સ્વર્ગ લોકમાં ભદ્રાનું વિચરણ અશુભ પ્રભાવ આપતું નથી. તેથી ગણપતિની પૂજામાં ભદ્રાની કોઇ અસર નહીં થાય.
આ પણ વાંચોઃ WMOનો ચોંકાવનારો રિપોર્ટ, દરિયાના જળસ્તરમાં સતત વધારો, શું ડૂબી જશે બધા દેશો ?