ટોપ ન્યૂઝનેશનલ

પ્રતિબંધ હોવા છતાં બાળકો કેવી રીતે રમે છે PUBG?: NCPCR 

Text To Speech

નવી દિલ્લી: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ એ મંગળવારે PUBG ગેમ અંગેની ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય પાસેથી સ્પષ્ટતા માંગી હતી.ઉત્તર પ્રદેશના લખનૌમાં 16 વર્ષના છોકરાએ PUBG ગેમ ના રમવા દેતા ગુસ્સામાં તેની માતાને ગોળી મારી દીધી હતી. આ અંગે પંચે સ્પષ્ટતા માંગી છે.

2020માં ગેમ પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં સરકારે લોકપ્રિય ગેમ PUBG સાથે અન્ય ઘણી એપ્સને રાષ્ટ્રની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા માટે ખતરો ગણાવીને તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.પ્રતિબંધ હોવા છતાં, PUBG ગેમ રમવાના અહેવાલો સમયાંતરે આવે છે.એટલું જ નહીં આ ગેમની લતમાં ઘણી વખત મોટી ઘટનાઓ પણ બની રહી છે.તાજેતરમાં લખનઉમાં 16 વર્ષના કિશોરે તેની માતાની ગોળી મારીને હત્યા કરી હતી. આ પછી તેણે ત્રણ દિવસ સુધી લાશને ઘરમાં છુપાવીને રાખી. જાણવા મળી રહ્યું છે કે, તેની માતાએ તેને વારંવાર ગેમ રમવાની મનાઈ કરી હતી, તેથી તેણે તેની માતાને ગોળી મારી દીધી હતી.

પ્રતિબંધ કરેલ એપનું લિસ્ટ માંગ્યુ  
આ ઘટનાને ધ્યાનમાં લેતા NCPCR એ મંત્રાલયના સચિવને પત્ર લખીને કહ્યું છે કે, તે કમિશનની સમજની બહાર છે કે કેવી રીતે પ્રતિબંધિત રમત…જેને સરકાર દ્વારા પ્રતિબંધ કરવામાં આવી છે, તે હજુ પણ બાળકોને રમવા માટે ઉપલબ્ધ છે. તેથી, NCPCR કમિશન મંત્રાલયને વિનંતી કરે છે કે ઇન્ટરનેટ પર આવી પ્રતિબંધિત એપ્લિકેશનની ઉપલબ્ધતાના કારણો જણાવો.

Back to top button