IPL-2023ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2023 : ચેન્નાઈએ 7 વિકેટે હૈદરાબાદને હરાવ્યું, જાડેજા અને કોનવે મેચના હીરો રહ્યા

Text To Speech
  • સીઝનમાં CSK એ ચોથી જીત મેળવી
  • હૈદરાબાદે 134 રન ફટકાર્યા હતા
  • ચેન્નાઈએ 18.4 ઓવરમાં જ મેચ પુરી કરી દીધી

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023માં ચોથી જીત હાંસલ કરી છે. 21 એપ્રિલ (શુક્રવાર) ના રોજ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, CSK એ સનરાઇઝર્સ હૈદરાબાદને આઠ બોલ બાકી રહેતા સાત વિકેટે હરાવ્યું. CSKની જીતના હીરો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઓપનર ડેવોન કોનવે હતા. જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે કોનવેએ અણનમ 77 રન બનાવ્યા હતા.

પોઇન્ટ ટેબલ ઉપર ત્રીજા સ્થાને

આ જીત છતાં CSKની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. સીએસકે છમાંથી ચાર મેચ જીતી છે અને બેમાં હારી છે. ટોચ પર રહેલી રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ પાસે પણ CSKની બરાબરી 8-8 પોઈન્ટ છે, પરંતુ આ બંને ટીમોનો નેટ રનરેટ વધુ સારો છે.

પ્રથમ વિકેટ માટે 87 રનની ભાગીદારી

135 રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નાઈએ શાનદાર શરૂઆત કરી હતી. ન્યૂઝીલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહેલા ડેવોન કોનવેએ ઋતુરાજ ગાયકવાડ સાથે પ્રથમ વિકેટ માટે 11 ઓવરમાં 87 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં કોનવેનો ફાળો વધુ હતો. કોનવેએ ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં માર્કો જેન્સેનના બોલમાં કુલ 22 રન બનાવ્યા હતા.

77 રનમાં 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો

રન આઉટ થયેલા ઋતુરાજ ગાયકવાડના રૂપમાં સનરાઇઝર્સને પ્રથમ વિકેટ મળી હતી. ગાયકવાડે 30 બોલમાં બે ચોગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. ત્યારબાદ CSK એ અજિંક્ય રહાણે અને અંબાતી રાયડુની વિકેટ પણ ગુમાવી હતી, પરંતુ ડેવોન કોનવે અંત સુધી અડગ રહ્યો અને CSKને આસાન જીત અપાવી. કોનવેએ 57 બોલની ઈનિંગમાં 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સની આ રીતે પડી વિકેટ : (138/3)
પ્રથમ વિકેટ – ઋતુરાજ ગાયકવાડ 35 રન (87/1)
બીજી વિકેટ – અજિંક્ય રહાણે 9 રન (110/2)
ત્રીજી વિકેટ – અંબાતી રાયડુ 9 રન (122/3)

Back to top button