પુલવામા હુમલાથી લઈને નરોડા પાટિયા કેસના ચુકાદા સુધી, શું કહ્યું શરદ પવારે ?
NCP ચીફ અને પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે પુલવામા હુમલાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સંજય રાઉતની ધરપકડને લઈને પણ કેન્દ્રની ટીકા કરી હતી. વાંચો અહેવાલ
એનસીપીના વડા શરદ પવારે ગુજરાતમાં પુલવામા હુમલા અને નરોડા ગામ હિંસા કેસ અંગે તીખી ટિપ્પણી કરી છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા પવારે મુંબઈમાં કાર્યકર શિબિરમાં કહ્યું કે સૈનિકોને સમયસર જરૂરી સુવિધાઓ આપવામાં આવી નથી. જેના કારણે જવાનો શહીદ થયા. ત્યારબાદ જમ્મુ-કશ્મીરના તત્કાલિન રાજ્યપાલ સત્યપાલ મલિકને બોલવાની મનાઈ ફરમાવી હતી. તમે (કેન્દ્ર સરકારે) સાવચેતી કેમ ન લીધી?
નરોડા ગામ હિંસા પર શું કહ્યું?
પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે કહ્યું કે મેં એક સમાચાર જોયા કે, ગુજરાતના રમખાણો દરમિયાન જે લોકોના નામ સામે આવ્યા તેમા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પણ હતા. કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા. હવે જેઓ માર્યા ગયા તે તો જતા રહ્યા, પણ કાયદો અને બંધારણની પણ હત્યા થઈ ગઈ. આવું એટલા માટે થયું કારણ કે સત્તા હાથમાં છે. હકીકતમાં, રાજ્યના નરોડા ગામ ખાતે ગોધરા કાંડ પછીના રમખાણોમાં 11 લોકો માર્યા ગયાના બે દાયકાથી વધુ સમય પછી, ગુજરાતની અદાલતે માયા કોડનાની અને બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગી સહિત તમામ આરોપીઓને ગુરુવારે (20 એપ્રિલ) નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
અનિલ દેશમુખ અને સંજય રાઉતનો ઉલ્લેખ કર્યો
શરદ પવારે કહ્યું કે NCP નેતા અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને હવે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે 1.5 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. તેમણે શિક્ષણ વ્યવસ્થા માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી. પવારે કહ્યું કે નવાબ મલિક સાથે ક્યારે શું થયું? હવે તારીખ, 15માં દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. અમારી પાર્ટીના પ્રવક્તા હોવાના કારણે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેવી જ રીતે સંજય રાઉતને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં શરદ Vs અજિત પવાર, હવે કાકા ભત્રીજા પર દાવ લગાવશે