ગુજરાતટોપ ન્યૂઝ

અટલ ભૂજલ યોજનાના કરોડોના વિવાદી ટેન્ડરમાં કુંવરજી બાવળિયાએ આપ્યા આદેશ

  • કુંવરજી બાવળિયાએ શરતો સુધારવા અને ટેન્ડરની મુદત વધારવા આદેશ કર્યો
  • GWRDCના અધિકારીઓએ માનીતા માટે VIP’ ટેન્ડર બનાવ્યું હતું!
  • 9 કરોડનું ટર્નઓવર, 75 હજાર લોકોને તાલીમ આપી હોવા જેવી શરતો રખાયેલી

સરકારના ગુજરાત વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારીઓએ અટલ ભૂજલ યોજનાનું 18 કરોડનું કામ માનીતી એજન્સીઓને આપવા અનેક આકરી શરતો રાખીને વીઆઈપી ટેન્ડર બનાવ્યું હતું. જેનો ભાંડો ફૂટી જતાં હવે શરતોમાં સુધારા કરાશે તેમજ ટેન્ડરની મુદત વધારીને 10 મે કરવાનો સરકારે નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: આસ્થાનું ઘોડાપુર: નર્મદા પરિક્રમા માટે 20 લાખ જેટલા ભાવિકો ઉમટયા

ગ્રામ પંચાયતોને તાલીમ આપવાની અટલ ભૂજલ યોજના

સિંચાઈ વિભાગ હેઠળના ગુજરાત વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ કોર્પોરેશને ગ્રામ પંચાયતોને તાલીમ આપવાની અટલ ભૂજલ યોજનાનું 17.પ3 કરોડનું ટેન્ડર અતાર્કિક અને અવ્યવહારું શરતો સાથે બહાર પાડતા વિવાદ સર્જાયો છે. જમીનના તળમાં પાણીનું સ્તર વધે તે માટે રાજ્યના છ જિલ્લા બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને પાટણના 36 તાલુકાની 1,873 ગ્રામ પંચાયતોને તાલીમ આપવા માટે અટલ ભૂજલ યોજના અમલી બનાવાઈ છે.

આ પણ વાંચો: ભરૂચમાં 9 વર્ષની બાળકીએ કરેલા કામને લઈ ખુદ CM બોલી ઉઠયા વાહ ભાઈ

ટેન્ડરની વિવાદી શરતો, જે હવે સુધારાશે.

– ટેન્ડર ભરનાર એજન્સીનું વાર્ષિક ટર્ન ઓવર 8.77 કરોડ હોવું જોઈએ
– એજન્સીએ 1.76 કરોડનો સિંગલ વર્ક ઓર્ડર મેળવ્યો હોવો જોઈએ
– એજન્સી પાસે ISO 9001-2015 સર્ટિફિકેટ હોવું જોઈએ
– એજન્સીએ એક વર્ષમાં 2,500 તાલીમ આપેલી હોવી જોઈએ
– એજન્સીએ વર્ષ દરમિયાન 75,000 લાભાર્થીઓએ તાલીમ આપી હોવી જોઈએ

17.53 કરોડના કામ માટે એજન્સી પસંદ કરવા GWRDC દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાખવામાં આવેલી શરતો જોઈને આ ટેન્ડરની પ્રિ-બીડ મીટિંગમાં 17થી વધુ એજન્સીઓએ વાંધા નોંધાવ્યા હતા. અધિકારીઓએ પોતાની માનીતી એજન્સીઓને જ આ કામ મળે તે માટે અનેક ‘આકરી’ શરતો રાખી હતી. જેથી અન્ય કોઈ એજન્સી લાયક જ ન ઠરે. જેમાં 8.77 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર હોવું જોઈએ. આ ઉપરાંત એજન્સીએ 2500 જેટલી ટ્રેનિંગ યોજેલી હોવી જોઈએ. વર્ષ દરમિયાન એજન્સીએ 75 હજાર લોકોને તાલીમ આપેલી હોવી જોઈએ. એક વર્ષમાં 1.76 કરોડનું કામ સિંગલ ઓર્ડરમાં કરેલું હોવું જોઈએ. અને એજન્સી ISO 9001-2015નું સર્ટિફિકેટ ધરાવતી હોવી જોઈએ.

મંત્રી કુંવરજી બાવળિયાએ આ શરતો સુધારવા અને ટેન્ડરની મુદત વધારવા આદેશ કર્યો

સિંચાઈ વિભાગના અંતરંત વર્તુળોના જણાવ્યા મુજબ દિલ્હી અને હરિયાણાની બે એજન્સીને કામ આપવા માટે તેમને અનુકૂળ હોય તેવી શરતો સાથે આ ટેન્ડર બનાવાયું હતું. જેનો વિવાદ થતાં અંતે સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાએ આ શરતો સુધારવા અને ટેન્ડરની મુદત વધારવા આદેશ કર્યો છે.

Back to top button