નેશનલ

PM મોદીએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક, સુદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાની કરાશે સમીક્ષા 

  • PM મોદીએ યોજી હાઈલેવલ બેઠક
  • સુદાનમાં ફસાયેલા ભારતીયોની સ્થિતિ અંગે અપડેટ લીધા
  • દેશના લોકોને સુરક્ષિત બહાર કાઢવા પર ચર્ચા

સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે હિંસક અથડામણ ચાલી રહી છે. જેમાં અનેક લોકોના મોત થયા છે. જેમાં ભારતીયોનો પણ સમાવેશ થાયછે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુદાનમાં ભારતીયોને લગતી સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે.

PM મોદીએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક

દક્ષિણ આફ્રિકાના દેશ સુદાનમાં છેલ્લા ઘણા સમયથી સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે હિંસક અથડામણ ચાલી રહી છે. જેમાં અનેક લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. જેમાં ભારતીયો પણ સામેલ છે.સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. જે અંતર્ગત આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. જેમાં ​​સુદાનમાં અટવાયેલા ભારતીયોની સ્થિતિની સમીક્ષા કરવામા આવશો.  અને સરકાર બચાવ કામગીરીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

સુદાનમાં છેલ્લા એક સપ્તાહથી યુદ્ધ

સુદાનમાં 15 એપ્રિલથી સૈન્ય અને અર્ધલશ્કરી દળો વચ્ચે દેશને કબજે કરવા માટે લડાઈ ચાલી રહી છે. સુદાનની આર્મ્ડ ફોર્સિસ (SAF) અને પેરામિલિટરી ફોર્સ (RSF) વચ્ચેના આ યુદ્ધમાં સુદાનના ઘણા નિર્દોષ લોકો પીડાઈ રહ્યા છે.જેમાં ઘણા ભારતીયો પણ ફસાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ યુદ્ધમાં ફસાયેલા એક ભારતીયનું મોત પણ થયું છે. જ્યારે 300 થી વધુ ભારતીયો હજુ પણ ફસાયેલા હોવાની આશંકા છે.

યુદ્ધમા 300 થી વધુ લોકોના મોત

જાણકારી મુજબ આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 300 થી વધુ લોકોના મોત થયા છે. લગભગ 2000 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. અહીની સ્થિતિ ખરાબ થતા લોકો રાજધાની ખાર્તુમ છોડીને ભાગી ગયા છે. સુદાનમાં ઘરેલું યુદ્ધની સર્જાયેલી સ્થિતિમાં ત્યાંના નાગરિકોને ઘરમાં રહેવા માટેની સલાહ આપવામાં આવી છે. ત્યારે ભારત સરકાર અને ખાર્તુમમાં ભારતીય એમ્બેસીએ ગુરુવારે ભારતીય નાગરિકોને સુદાનમાં આશ્રયસ્થાનમાં જવાની સલાહ આપી હતી.

વિદેશ મંત્રીએ સુદાનમાં બગડતી પરિસ્થિતિ અંગે કરી ચર્ચા

આ પહેલા આજે વિદેશ મંત્રી એસ જયશંકરે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે સુદાનમાં બગડતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સરકારનું કહેવું છે કે સુદાનમાં પરિસ્થિતિ “ખૂબ જ તણાવપૂર્ણ” છે અને તે ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેમાં આકસ્મિક યોજનાઓ પર કામ કરવું અને સંભવિત સ્થળાંતરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ભાવનગરના ડમી કૌભાંડ બાદ આ જિલ્લામાં નકલી માર્કશીટ કૌભાંડ ઝડપાયું

Back to top button